________________ 300 હું આત્મા છું કૃતજ્ઞતા પૂર્વક હૃદયમાં યાદ રાખે. જ્યારે અસીમ દયા નિધાન ગુરુ શિષ્યને આંગળી પકડી રાહે ચડાવતા હોય, ત્યારે ગુરુદેવે કરેલા પરિશ્રમને શિષ્ય ભૂલે નહીં. નિત્ય-પ્રતિ શિષ્યના મનમાં ગુરુદેવ પ્રત્યે અહોભાવ રહે. એ વિચારે, ગુરુદેવ! આપ નેતા મળ્યા એટલે જ આજ સુધી ભટક્યો. હવે ભટકવાને અંત આવ્યો. આપે પથ સૂઝાડ્યો, જે પથ મને મુક્તિ સુધી પહોંચાડશે. બસ, હવે તે માત્ર આપના ચરણમાં મારા ત્રણે યોગે સમર્પિત કરી દઉં છું. એ સિવાય બીજું કશું જ નહીં. ના, કશું જ નહીં. મીરાએ પણ ગાયું– મેહે લાગી લગન ગુરુ ચરનનકી (2) ચરન બિના મોહે કછુ નહીં ભાવે જગ માયા સબ સપનનકી... (2) . મેહે ભવસાગર સબ સુખ ગયે હૈ ફિકર નહીં મેહે તરનનકી . (2) .... મહે “મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર ઉલટ ભયી મરે નયનનકી ... (2) ... હે - મન, વચન, કાયાથી ગુરુની, ગુરુના ચરણની જ લગની. ચરણ છોડીને કયાંય દૂર જવું નથી. મન કે તને ચરણના સાનિધ્ય સિવાય એક પળ પણ રહેવા માગતા નથી. આખા સંસારની સર્વ આસક્તિએ એક ક્ષણમાં સ્વનિ જેવી ભાસવા માંડે. સંસારને જોવાની દષ્ટિ બદલાઈ ગઈ. જગતનાં મૂલ્યો વિસરાઈ ગયાં. દેહ અને ઇન્દ્રિયાદિના સર્વ વિષયો એની મેળે જ સૂકાઈ ગયા. ગુરુના ચરણ-શરણનું સાનિધ્ય કેવું જબરદસ્ત ! ભવ ભવથી ચાલી આવતી ભવની ભાંજગડ ટળી ગઈ. બસ, કશી જ ફિકર નહીં. ગુરુદેવના એક કૃપા કટાક્ષથી, સંસાર રૂપ અફાટ સમુદ્ર શેષાઈ ગયો. અહા ! કેવું અનુપમ અને અલૌકિક સામર્થ્ય ગુરુદેવનું ! અને ગુરુદેવના અથાગ અનુગ્રહના સમરણે મીરાંનાં નયને શ્રાવણ-ભાદરે વરસાવી રહ્યાં છે. હૈયું ઉમડી -ઉમડીને અશ્રુ વડે બહાર આવવા મથી રહ્યું છે. અને મીરાં કહે છે બસ, આ જીવનું અંતિમ વિશ્રામ ગુરુદેવનું ચરણ. હવે ક્યાંય જવાનું કે કશું જ કરવાનું ન રહ્યું. જે સંસારને તરવા માટે આટલા ધમપછાડા કર્યા તે