________________ વતે આજ્ઞા ધાર 295 જ્ઞાની કહી શકાય નહીં. કારણ આત્મજ્ઞાન થયા પછી જ, મુનિદશા પ્રગટ થાય. આ શાસ્ત્રમાં જ શરૂઆતમાં જ્યાં સદ્ગુરુનાં પાંચ લક્ષણે બતાવ્યાં ત્યાં પ્રથમ લક્ષણ જ આત્મજ્ઞાન કહ્યું છે. વળી આચારાંગ સૂત્રમાં પાંચમા અધ્યયનમાં પણ કહ્યું છે ___ज सम्म ति पासह , तं मेणिति पासह, जमणिति पासह त सम्म ति पासह / જ્યાં સમ્યક્ત્વ છે ત્યાં મુનિધર્મ છે અને જ્યાં મુનિધર્મ છે ત્યાં નિશ્ચયથી સમ્યકત્વ છે. સમ્યગદર્શન ન થાય ત્યાં સુધી, બાહ્ય વેષ રૂપે મુનિ ભલે થઈ ગયે હોય, પણ અંતરમાં મુનિદશા પ્રગટ થવી જોઈએ તે ન થાય, ગુણસ્થાનના વિકાસ કમામાં એ જ બતાવ્યું છે કે અનાદિને મિથ્યાત્વી જીવ, પહેલાં સમ્યક્ત્વને સ્પશે પછી જ તેનામાં સર્વવિરતિ રૂપ મુનિદશાના પરિણામ જાગે. કોઈ પણ જીવ સમ્યક્ત્વ પામ્યા સિવાય, સીધા છઠ્ઠા ગુણસ્થાને પહોંચી શકે નહીં. ગુણસ્થાન એ જીવની ક્રમશઃ વિકાસ પામતી આત્મદશા છે. એ કઈ પગથિયાં કે પદવી નથી કે વચલાં પગથિયાં છેડી સીધા ઉપર ચડી જવાય. કમશઃ જેમ-જેમ કર્મોને ક્ષય, ઉપશમ થાય છે તેમ-તેમ આત્મશુદ્ધિ થતાં આત્માનું શુદ્ધ સ્વરૂપ આવિભૂત થતું જાય છે. માટે જીવ પહેલાં ભેદ-વિજ્ઞાન કરે, પછી જ મુનિપણું આવે. અનાદિને મિથ્યાત્વી જીવ સીધો મુનિદશા પામી ગયું હોય એવું બન્યું જ નથી. મુનિદશા એટલે જ અંતર-આત્મા. જ્ઞાનીઓએ આત્માની દશાઓની દષ્ટિથી ત્રણ પ્રકારના આત્માએ કહ્યા. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. આનંદઘનજી મહારાજ આ દશાનું વર્ણન કરે છે. આતમબુધ્ધ હે કયાદિકે ગ્રહ, બહિરાતમ અધરૂપ, સુજ્ઞાની કાયાદિને હે સાખીધર રહો, અંતર આતમ રૂપ સુજ્ઞાની સુમતિ..