________________ એ મતાથી દુર્ભાગ્ય 291 બંધુઓ! તમારા જીવન વ્યવહારમાં પણ આવું બનતું હોય છે ને ? અને આવા કારણે કેટલા ઝગડા અને કેટલાં વેરઝેર ? અને ક્યાં સુધી પહોંચે એ બધું ? માત્ર એક સરળતાના અભાવે કેટલું ગુમાવવાનું રહે ! જીવન કેવું ઝેર થઈ જાય ! વિચારે ! વ્યાવહારિક જીવનમાં સરળતા ન હોય તે તે આટલું નુકશાન પહોંચાડતી હોય તો એ આધ્યાત્મિક માર્ગે તે શું કરે ? કેટલી હાનિ કરે ? માટે જ સરળતાનું ન હોવું તે મતાથીનું લક્ષણ કહ્યું. મતાથીનું અંતિમ લક્ષણ બતાવ્યું-મધ્યસ્થતાનું ન હોવું. મધ્યસ્થતા એ બહુ ઊંચો ગુણ છે. મધ્યસ્થ વ્યક્તિ મંદકષાયી અને પક્ષપાત રહિત બુદ્ધિવાળી હોય છે તેના જીવનમાં સમતોલપણું હોય. ગમે તેવી પરિસ્થિતિમાં વ્યાકુળતા બહુ ઓછી આવે તેનામાં. નિરાકુળ વ્યક્તિ જ સત્યને સમજી જીવનમાં ઉતારી શકે છે. અનંતની યાત્રામાં સ્થિર રહી પ્રગતિ કરી શકે છે. | મધ્યસ્થ કેને કહીએ ? કઈ એક પ્રશ્નને લઈને જ્યાં બે પક્ષ પડી ગયા હોય, બન્ને પિતા-પિતાની જીદ પર મુસ્તાક હોય અને સમાધાન ન થતું હોય, સંઘર્ષ થવાની સંભાવના હોય ત્યારે બન્નેનું સમાધાન કરાવવા એક નિષ્પક્ષ ત્રીજી વ્યક્તિને લવાદ તરીકે બોલાવવામાં આવે, જે અને પક્ષોની દલીલોને સાંભળી, કેઈ પણ એક પક્ષ તરફ ઝૂક્યા વગર ન્યાય આપે. જેમ કેટેને Judge. મધ્યસ્થને બીજા શબ્દમાં “તટસ્થ” કહે છે. નદીના કિનારાને તટ કહેવાય. તટ પર ઊભેલે તે તટસ્થ. તે વ્યક્તિને પાણીને સ્પર્શ નથી થતું. નથી શીતલતાને સ્પર્શ થતો કે કદાચ સૂર્યના તાપથી પાણી ગરમ થઈ ગયું હોય તો નથી પાણીની ઉષ્ણતાને સ્પર્શ થતે. વહેતા પ્રવાહમાં પોતે વહી જતો નથી. પાણીમાં ઉઠતા તરંગની અસર તેના પર નથી થતી કે નદીમાં કયાંય ઊંડું પાણી હોય અને પાણી ઘુમરી લેતું હોય તે તેમાં ડૂબી જવાને ભય પણ તેને નથી. નદીના તટ પર ઉભેલા વ્યક્તિને બધી જાણ છે છતાં નદીની કઈ પણ સ્થિતિની અસર નથી. નહીં સારી કે નહી માઠી.