SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ 288 હું આત્મા છું પ્રત્યે ઉદાસીનતા આવી હોય તેવા માણસ તે બહુ ઓછા ! ભેગાસક્ત છે ત્યાગ કરે તે પણ અંતરની આસક્તિ ન મટે! કયારેક એવું બને કે કેઈ ભાઈને પાન સાથે કિમામ ખાવાનું વ્યસન હોય, અને કઈ કારણે તે ન ખાવાનાં પચ્ચક્ખાણ લેવાઈ ગયાં. લેતાં તે નિયમ લઈ લીધે પણ અંદરનો રસ સૂકા ન હોય તેથી મુંઝવે અને પછી આને અમારી પાસે, “મહાસતીજી ! ચાર મહીનાનાં પચ્ચખાણ લીધાં છે અવે હજી તે ચાર જ દિવસ ગયા. આ ચાર મહિના પૂરા કેમ કરવા ? તે મહાસતીજી! તમે જ બાધા પળાવોને?” અરે ! ભલાભાઈ! મહાસતીજી તે બાધા કરાવે કે પળાવે? બાધા ભંગાવે ? તે કહે, “એમ કરે મહાસતીજી! આના બદલે બીજી બાધા આપી દો !" આમ અમને પણ મુશ્કેલીમાં મૂકે! જે કે અમે તે કેઈને પરાણે બાધા આપીએ જ નહીં. એ લઈ ગયા હોય પિતાના જ કઈ કારણે, અને આફત ઉતરે અમારા પર ! બંધુઓ ! આ શું છે ? જીવની રસ લુપતા ! તેથી બહારના ત્યાગ કરે છે તેમાં ટકી શકે નહીં. મુંઝાવું જ પડે. ખરેખર જે અંદરની ઉદાસીનતા આવી હોય તે ત્યાગ તે સહજ થઈ જાય. તેને કહેવું ન પડે. અરે ! તેને પિતાને પણ ખબર ન પડે કે અમુક ચીજને ત્યાગ, ક્યારે, કેમ, થઈ ગયે! માત્ર એક રસવૃત્તિની જ વાત નથી પણ ઈદ્રિના ભેગમાં લુબ્ધ જીવને ત્યાગ કેમ સંભવે ? ખાવું-પીવું જ માત્ર નહીં પણ પહેરવું–ાઢવું-હરવું-ફરવું આદિ–આદિ વિષયે પણ મનને કેવા લેભાવતા હોય છે ! સમાજની એટીકેટના નામે, ભેગ-લાલસાને પિષવાનાં સાધને ભેગાં કરતા જ રહો છે. ભેળવી લેવાની ભાવનાને અંત આવતું જ નથી. ભેગને રસ જ્યાં સુધી છે ત્યાં સુધી વૈરાગ્યને રસ અંતરમાં નહીં જામે. એક રસને છોડશે તે જ બીજે ઉત્તમ રસ આત્મામાં જાગૃત થશે. બંધુઓ ! કેટલાક લેકે પૂછતા હોય છે કે શું ધર્મ કર હોય તે સાધુ થવું જ પડે? સંસારમાં રહી ધર્મ ન થાય ? થાય, એની
SR No.032737
Book TitleHu Aatma Chu Part 01
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy