________________ પામે નહીં પરમાર્થને આચરણમાં, જે જાણ્યું છે તે આવ્યા વગર રહે નહીં. શુષ્કજ્ઞાની જીવ બુદ્ધિથી બધું જ જાણી લે. “આત્મા શુદ્ધ, બુદ્ધ, નિરંજન છે' એવુ. શબ્દમાં સ્વીકારી લે, પણ સાધન રૂપ વ્યવહારને છેડી દે. અને આત્માના શુદ્ધ, બુદ્ધ સ્વરૂપને પ્રગટ કરનાર, સમ્યગુ વ્યવહાર જ છે એ માને નહીં. તેની દશા ધોબીનો કૂતરા જેવી થાય. નહીં ઘરને, નહીં ઘાટને. બનેમાંથી રખડે. એ દશાને બતાવતાં શ્રીમદ્જી કહે છે. જ્ઞાન દશા પામે નહીં, સાધન દશા ને કાંઈ પામે તેને સંગ જે, તે બૂડે ભવ માંહિ૩૦.... માત્ર શાસ્ત્ર સંબંધી માહિતિ પ્રાપ્ત કરી લીધી પણ જ્ઞાન દશા જાગૃત ન થાય તે શુષ્કજ્ઞાની. આવા જીવે વ્યવહારને છોડી દીધો છે અને નિશ્ચયને પહોંચ્યું નથી. તેથી તેનું જીવન ડોલતી નાવ જેવું હોય તેને કઈ દિશા મળે જ નહીં. દિશા પામવા માટે અંતરમાં જ્ઞાનદશા તથા સાધન દશા બન્નેની આવશ્યકતા છે. પણ એ દશા ન આવી હોય તે જડ શબ્દોને સહારે વર્તતે જીવ જડ ઇન્દ્રિયના વિષયમાં જ લોલુપ હોય. મુખેથી વાતે જ્ઞાનની વૈરાગ્યની કરતા હોય અને ઇન્દ્રિયના એક પણ વિષયને છોડવા એ સમર્થ ન હોય. ભગવતે જ રહે. ભેગની ભાવના પ્રબળ થતી જાય અને તેમાં જ ખૂંચી જાય. વળી વ્યવહારને તે સર્વથા ત્યાજ્ય માનતે હોય. એટલે ધર્મ, કરણી કર્મબંધનું કારણ છે એવી પ્રરૂપણ કરી ભોળી જનતાને કુ-માર્ગે ચડાવી દે. બંધુઓ ! જે લેકે એમ કહેતા હોય કે સામાયિક, પ્રતિકમણ, તપ-ત્યાગ આદિ કર્મબંધનાં કારણ છે. તેઓને પૂછીએ કે પૂજા-પાઠ વંદન-ભક્તિસ્વાધ્યાય વગેરે કમબંધનાં કારણ છે કે નહીં ? સમજ્યા વગરની વાત કરનારને શું કહેવું? કર્મ બંધ શાને? સામાન્ય જનસમૂહ તે કર્મબંધ એટલે પાપબંધ આટલું જ સમજે છે. એને ખબર નથી કે કર્મબંધ શબ્દમાં પુણ્યબંધને પણ સમાવેશ થઈ જાય છે. હવે જે બધી ધર્મ-કરણને કર્મબંધને હેતુ કહે છે ત્યાં પુણ્યબંધને સંકેત છે. - આ કરણ કરતાં-કરતાં આત્મભાવમાં ન રહેવાય તે પુણ્યબંધ થાય છે, અને જેટલી પળો આત્મભાવમાં સ્થિર થયાં એટલી કમ નિર્જરા