________________ હું આત્મા છું તે હા, બંધુઓ ! આપણે તે આત્માને પામે છે અને એને પામવા માટેનાં સાધને ભારતના સર્વ સંપ્રદાયોએ ભિન્ન-ભિન્ન વ્રત અનુઠાને રૂપે બતાવ્યા છે. જૈન હોય કે અજેન, પ્રતિમાપૂજનમાં વિશ્વાસ ધરાવતે હેય કે નહીં પણ સહુ એ આત્માને પામવાના પુરુષાર્થને મહત્વ આપ્યું છે. વળી આમાં એક વાત એ પણ સમજી લઈએ કે આ કિયા અનુષ્ઠાનની જે પરંપરા ચાલી છે તે મારા તમારા જેવા કેઈ સામાન્ય માણસની ચલાવેલી નથી, પણ પ્રબુદ્ધ વિચારક અને સમર્થ સાધક આત્માઓએ બતાવી છે. તેથી તે આદરણીય અને આચરણીય જ છે તેમાં શંકા નથી. હા, એ વાત ચોક્કસ છે કે આજે લેકે ક્રિયા-અનુષ્ઠાનનો વિરોધ કરે છે. તેમાં જે સમજદાર લોકે છે તેની વાત પણ કાઢી નાખવા જેવી નથી. કારણ, વગર સમયે કિયા કરનારાઓના હાથમાં પ્રાણ વગરનાં કલેવર જ રહ્યાં છે. આજે ક્રિયાઓ ઘણું થાય છે. તપશ્ચર્યા આદિ ખૂબ થાય છે પણ ભાવ રહિત, પ્રાણ રહિત, માત્ર ખા. ક્રિયાના હાર્દને વિસરી જનારાઓએ, વગર સમયે કિયા કરી, ક્રિયાનું મૂલ્ય ઓછું કરી નાખ્યું છે. લોકોના મનમાં અશ્રદ્ધા જન્માવી છે. તે એવા કિયા કરનારાઓએ પણ સમજવું ઘટે કે વ્રત-નિયમ અનુષ્ઠાન તે એનું નામ કે જાગૃત થાય. તે બંધુઓ! આમ સાધનને સમજી તેને જીવનમાં પ્રયોગરૂપે લાવવા જરૂરી છે. માત્ર નિશ્ચય નયને પકડીને બેસી રહેવાથી કંઈ નહીં વળે. પણ નિશ્ચયના લક્ષ્ય વ્યવહારને આચરી આત્માના શુદ્ધ સ્વરૂપને અહીં જ જાગૃત કરી લઈએ બસ, વિશેષ અવસરે.....