SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ લેપે સદ્ વ્યવહારને 271 એક થઈ ગયા હોય તેમ લાગે, પણ બન્ને દ્રવ્યના મૌલિક ગુણ ધર્મો તે એમ જ રહ્યા છે દૂધ - દૂધ મટી પાણી નથી થઈ જતું કે પાણી-પાણું મટી દૂધ નથી થઈ જતું બને દ્રવ્યોનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ કાયમ રહે છે. એ જ રીતે લેહ અને અગ્નિ. અગ્નિમાં તપાવેલ લેહને ગોળે અગ્નિમય થઈ ગયો હોય છતાં લેહ તથા અગ્નિ અને દ્ર તેમાં સ્વતંત્ર જ હેાય, મળી ન જાય. એક પાણીના ગ્લાસમાં સાકરને ટુકડે નાખો. સાકર ઓગળી જઈ પાણુના સ્વાદને બદલી નાખે. ગ્લાસમાંના પાણીનું એક પણ ટીપુ મીઠાશ વગરનું ન રહે. તે છતાં બન્નેના ગુણધર્મો સ્વતંત્ર જ રહે. પાણીની ફોર્મ્યુલા જે H20 છે તે એમ જ રહે. પણ સાકરના ગુણ - ધર્મ રૂપ ન થઈ જાય. બસ, એ જ રીતે જુનાં કર્મો આત્મામાં છે. જેટલા આકાશપ્રદેશને અવગાહીને આત્મા રહ્યો છે, એ સર્વ આકાશપ્રદેશ ને અવગાહીને કર્મો પણ રહે અને નવા કર્મો બંધાય તે પણ તે જ આકાશપ્રદેશમાં રહે, આમ આત્મા અને કર્મને સંબંધ એક ક્ષેત્રાવગાહી છે, નિમિત્ત-નૈમિત્તિક છે. આમ આત્મા પિતાના સ્વભાવને છેડી, જડ-કર્મ પરમાણુ રૂપ બની જતા નથી. પણ સદા તેનાથી સ્વતંત્ર જ રહે છે. તેથી તે નિલેપ છે, પરંતુ એક ક્ષેત્રાવગાહે રહેલા કર્મ પુદ્ગલનું નિમિત્ત પામી જીવ પિતામાં વિકાર કર્યા કરે છે. તેથી કર્મનો લેપ પણ છે. આ છે આત્માની નિલેપતાને સમજવા માટેની નિશ્ચય અને વ્યવહાર દષ્ટિ, સ્યાદ્વાદ શૈલી. હવે અહીં શ્રીમદ્જી આ ગાથા દ્વારા એ સમજાવે છે કે આત્માના આવા સ્વરૂપને સમજવાની જે ભૂલ કરે તેની દશા શું થાય ? જેમકે નિશ્ચય નયની દૃષ્ટિએ કહ્યું આત્મા નિર્લેપ છે. તેને કમને લેપ લાગત નથી. આ વાત માત્ર જે એમ જ સમજ્યા કે હું કંઈ પણ પ્રવૃત્તિ કરૂં, રાગ-દ્વેષ કરૂં, પાપ કરું, અધમમાં અધમ આચરણ કરું, પણ તેથી આત્માને કંઈ અસર થાય નહીં આત્મા લેપતે નથી. માટે ચિંતાનું કેઈ કારણ નથી, અને એ જીવ વિભાવે વર્તવા માંડે, વળી આવું
SR No.032737
Book TitleHu Aatma Chu Part 01
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy