________________ 252 હું આત્મા છું વિકાર છે. વિકારી વૃત્તિ બીજા માટે હાનિકર્તા તો છે પણ પિતા માટે એ વધુ પીડાકારી છે. “મારી વિકારી વૃત્તિ મને બહુ મુંઝવે છે. મારા વિચારોને મલિન કરે છે. મારી વાણુને હલકી કરી નાખે છે. મારી પાસે ન કરવા રોગ્ય કાર્ય કરાવે છે. રૂપ જોઉં છું ને અંજાઈ જાઉં છું. વિકારી શબ્દો સાંભળું કે વિકારી દશ્ય જોઉં કે અંતર ઉછાળા મારવા માંડે છે. મને બહુ સતાવે છે.” આ વૃત્તિ હવે મારે નથી જોઈતી. કાલે ઉપવાસ કરી ખરેખર આત્માની નજીક વાસ કરી, મારા અવિકારી સ્વરૂપમાં વાસ કરી મારે મારી વૃત્તિને અંતરથી નિહાળવી છે, તેની સાથે આત્મિક યુદ્ધ કરવું છે. તેને હરાવવી છે. નિરાધાર કરી નાખવી છે. આધાર મળે છે એટલે જ ટકી રહી છે. નબળી પાડી નાખવી છે. આમ વિચારી, ઉપવાસના દિવસે જે દિનભર આ જ નિરીક્ષણ, આ જ સંઘર્ષ અંદરમાં ચાલ્યા કરે તો જરૂર વૃત્તિ નબળી પડે, અને એ નબળી પડેલી વૃત્તિ કેટલા અંશે નિર્બળ બની તે પણ અનુભવાય. બંધુઓ! આ છે નિર્જરા! કર્મના ઉદયે કરીને જ આવી કુ-વૃત્તિઓ અંદરમાં જાગતી હોય છે. પણ તેને લડત અપાય તે તે નબળી પડે અને નષ્ટ પણ થાય. એ જ રીતે કેધાદિ કષાયની વૃત્તિઓ પણ આપણામાં પડી છે. બીજા કેઈ જાણે કે ન જાણે પણ આપણને ખબર છે કે કયા નિમિત્તે કેટલે ક્રોધ આવે છે. કયાં અને કયારે ક્ષમા રાખી શકાય છે ? કેટલું અભિમાન છે, તેને કેવા નિમિત્તે જોઈએ છે, કયારે તે ઉછળે છે, અને કયારે નમ્ર પણ બની રહેવાય છે. એ જ રીતે માયા-પ્રપંચની ભાવના, તથા લેભ - અસંતોષની ભાવના ક્યારે ઉઠે છે? સામે સરળતા અને સંતોષ કયારે ધારણ કરી શકાય છે? આ બધી જ શુભ - અશુભ વૃત્તિઓ આપણુમાં પડી છે અને તેને પૂરેપૂરે ખ્યાલ આપણને રહેતો હોય છે. જ્યારે તપ - ત્યાગ કરીએ ત્યારે પહેલું લક્ષ્ય આ બધી જ વૃત્તિઓને સંદ કરવા માટેનું હોવું જોઈએ. એ માટે હંમેશાં વૃત્તિને તપાસતા રહેવું જોઈએ. તપ કર્યા પછી કઈ વૃત્તિ કેટલી મંદ થઈ. પહેલાં જે નિમિત્તે કિંધ થતું હતું, જેટલું થતું હતું, તે નિમિત્ત આવતાં હવે સમતા