________________ 250 હું આત્મા છું શ્રદ્ધા સાથે આકરામાં આકરી તપશ્ચર્યા કરે અને સાથે એમ માની પણ લે કે આપણો તે કેટી કર્મ ખપી ગયાં! . પણ બંધુઓ! હું તમને પૂછું કે “તમે અઠ્ઠમ કર્યો, એ ત્રણ દિવસના તપમાં તમારા કર્મોની નિર્જરા કેટલી થઈ?” તમે શું કહેશે? “મહાસતીજી! એ કેવી રીતે ખબર પડે? તેને કેમ માપી શકાય ? પણ બધા કહે છે કે તપ કરવાથી નિજર થાય. અને મેં અડ્રમ કર્યો તેથી નિર્જરા થઈ હશે !" આ “હશે જ ખતરનાક છે જે ધર્મના મર્મને સમજવા દેતો નથી. જુઓ ભાઈઓ ! બીજે તે આ હિસાબ રાખતા નથી. જેટલું કામ તેટલે લાભ. આ સ્પષ્ટ ગણિત છે. તમે પાંચ રૂપિયા ખર્ચી ને બદલામાં એટલે માલ ન મળે તે ચલાવી લ્યો? અરે! તમારા નોકરને સો રૂપિયા દઈ વસ્તુ લેવા મોકલ્યો હોય અને તે આવે એટલે પહેલાં ચેક કરી લે ને કે જરા પણ માલ ઓછો નથી ને? એ છે આવ્યો હોય તે પાછો મોકલે, પણ રૂપિયા 100 આપો માટે માલ એટલે મળ જ જોઇએ. ઓછો ચલાવી ન લેવાય. બંધુઓ! અઠ્ઠમ કરે કે માસખમણ કરે! આટલા તપનું વળતર પણ એવું જ હોવું જોઈએ ને? જુઓ ! હું ભૌતિક વળતરની વાત નથી કરતી. ત૫- ત્યાગનું ભૌતિક વળતર હોઈ શકે નહીં! હું તે એવા વળતરની વાત કરું છું કે જે મળે જ અને તે છે કર્મની નિર્જરા ! મારા તપસ્વી ભાઈ- બહેનને પૂછું, કે મા ખમણ જેવી ઉગ્ર તપશ્ચર્યા કર્યા પછી ક્યારે ય વિચાર્યું છે કે મેં આટલી મોટી તપશ્ચર્યા તે કરી પણ મારા કર્મોની નિજ રા કેટલી થઈ? હા! ત્યાં તે મનને મનાવી લઈએ છીએ કે થઈ જ હોય ને નિર્જરા ! આટલા દિવસ ભૂખ્યા રહ્યાં ને નિર્જરા ન થાય? થઈ જ હશે. પણ ના, થઈ હશે એમ નહીં, થઈ હોય તેનો અનુભવ થાય. અંદરમાંથી અનુભૂતિ થાય કે મારા તપની શક્તિ વડે આટલી નિર્જરા થઇ ! નિર્જરા એટલે શું? નાટક સમયસારમાં તેની વ્યાખ્યા આ પ્રમાણે છે. જે પૂરવ સત્તા કરમ, કરિ થિતિ પૂરન આઉ બિરબેક ઉઘત ભય, સે નિજરા લખાઉ.......