________________ 248 હું આત્મા છું ધરમ ન જાનત બખાનત ભરમ રૂપ, ઠૌર ઠૌર ઠાકત લરાઈ પછપાતકી ! ભૂથી અભિમાન મેં ન પાઉ ધરિ ધરની હિરદૈમૈ કરેની વિચારે ઉતપાતકી II ફિર ડાંવાડોલ સૌ કરમ કે કલાલિનિર્મ, હું રહી અવસ્થાણું બધૂલે કૈસે પાતકી | જાકી છાતી તાતી કારી કુટિલ કુવાતી ભારી એસૌ બ્રહ્મઘાતી હૈ મિથ્યાતી મહાપાતકી || ધર્મના સ્વરૂપને જાણે નહીં અને ભ્રમને જ ધર્મ માની તેની પ્રશંસા કરે. જ્યાં ત્યાં પોતાના મતને પક્ષપાત કરી બડાઈ કરે. અભિમાનથી ઉન્મત બની ધરતી પર પગ ન મૂકે, ઉત્પાત મચાવવાના ઉધામાં કરે, એવા મિથ્યાત્વી જીવની દશા કર્મરૂપ નદીમાં ભયંકર ડાલતી નાવ જેવી હોય છે. એ પાપી સુબોધને કેમ પામી શકે ? જેના અંતરમાં કલુષિતતા તથા કુતર્કોની કુટિલતા ભરી છે એ નિજ સ્વરૂપની ઘાત કરનારે મિથ્યાત્વી મહાપાપી છે. મતાથી જીવ પિતે માનેલા મત–વેષને આગહ સેવત હય, પણ જ્યાં આગ્રહ છે ત્યાં જ એકાંત માન્યતા છે. એકાંતમાં મેક્ષ નથી, અનેકાન્તમાં મેક્ષ છે, માટે આગ્રહ ન જોઈએ. બંધુઓ! જીવનના કોઈ પણ ક્ષેત્રમાં કદાઝેડ તો સંઘર્ષ પેદા કરે. આપણે ભૂતકાળના ઇતિહાસમાં જેટલાં યુદ્ધો થયાં, પછી તે સાંસારિક કે ધાર્મિક, પણ તે બધાની પાછળ મેટું કારણ તે કદાગ્રહ જ, જ્યાં કદાગ્રહ છે ત્યાં શાંતિ નથી, સમતા નથી, આનંદ નથી. “હું કહું તે જ સાચું અને અન્ય સર્વ ખોટા’ આ કદાગ્રહ તે પરસ્પર વૈમનસ્ય ઊભું કરી દે. જીવનને બગાડી નાખે. વિચારો તો ખરા ! જીવનના નાના એવા Field માં પણ કાગ્રડ દુ:ખકર હોય તે, અધ્યાત્મ માર્ગે આત્મ-વિશુદ્ધિના રહે, કદડી માનવ કેવી રીતે આગળ વધી શકે ? મેશની વાત તે તેના માટે દૂર રહી, પણ સમ્યગઢશનને સ્પર્શ પણ તે ના કરી શકે. માટે આત્માને પામ હોય તો આગ્રહને સર્વથા ત્યાગ થવો જોઈએ, પણ મતાથી જીવ આ સમજે નહીં અને પિતાની જ પકડને પકડીને તેમાં જ રાચે રહે. માટે જ આરાધનાને માર્ગ તેના માટે નથી જ. હવે પછી મતાથીનાં વધુ લક્ષણે અવસરે.