________________ 244 હું આત્મા છું જ્ઞાનની આરાધના શ્રતજ્ઞાનથી શરૂ થાય છે અને કેવળજ્ઞાનમાં સંપૂર્ણતા પામે છે. શ્રુતજ્ઞાન શું છે? દરેક સાધકે આ આરાધના તે કરવાની જ છે, તે કઈ રીતે ? સર્વજ્ઞનાં પ્રરૂપેલાં શાસ્ત્રોને લક્ષ્યમાં રાખી, આગમના અવલંબને આગળ વધવાનું છે. આગામે શું કહે છે? તેમાં શું બતાવ્યું છે? અને તેને હેતુ શું છે? એ સમજ્યા વગર સ્કૂલ બાબતને પકડી, પિતે જ્ઞાની થઈ ગયાને ભ્રમ સેવે તે તે મતાથી. શામાં દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક આવી ચાર ગતિઓ બતાવી, તેના અનેક ભંગ બતાવ્યા. ભેદાનભેદ બતાવ્યા. દેવના 198 ભેદ, મનુષ્યના 303 ભેદ, તિર્યંચના 48 ભેદ અને નારકીના 14 ભેદ, આમ જીવના 563 ભેદ બતાવ્યા. શા માટે ? અરે ! એટલું જ નહીં, આ બધા જ છેને કર્મ સાથે સંબંધ, બંધ, ઉદય, ઉદીરણું, સત્તાનું વિવેચન. અને તેમાં પણ ઝીણામાં ઝીણી વિગતો બતાવવામાં આવી છે. કેટલાક 700 થેકડા કંઠસ્થ હોય અને નાનામાં નાની બાબતોનું પિષ્ટપેષણ ક્ય જ કરતા હોય. કેઈ સાથે ચર્ચામાં ઉતરે તે પણ આ જ વાત. કયા જીવમાં કેટલા દંડક, કેટલી અવઘણા, કેટલાં શરીર, વગેરે વગેરે પ્રશ્નો કર્યા જ કરે. વારંવાર આ બધા પ્રશ્નોનું પુનરાવર્તન પણ કર્યા કરે પણ આગમમાં આ વર્ણન શું કામ કરવામાં આવ્યું છે, તેને પરમાર્થ શું છે તે જાણે નહીં. | ગતિએનાં વર્ણન સાંભળી, દેવગતિને ઊંચી માની, ત્યાં જવાનાં સ્વપ્ન સેવે. સદેહે તે જઈ શકતો નથી પણ મરીને દેવ થાઉં તો સારું એમ ચિંતવતો હોય. તેને પૂછીએ ભાઈ! દેવલેકમાં જવાનું કેમ વિચારે છે? તો કહેશે, જુઓ ! મરીને ક્યાંક જવું તો પડશે જ. અહીં અમર રહેવાના નથી અને મેક્ષ તે હજુ ઘણો દૂર છે. તેથી જ્યાં અખૂટ સંપત્તિ છે ત્યાં જઈએ તો ભગવાય ને? કારણ અહીં તો સંપત્તિ મળી નહીં અને મળી હોય તો આ નાના આયુષ્યમાં એટલી ભોગવાય એમ નથી, મૂકીને ચાલ્યા જઈશું. ગમે તેટલાં લાંબા આયુષ્ય હોય તો પણ