________________ આમ ચિંતન... હું..આત્મા છું..”..“ હું..આત્મા...છું” જ્ઞાયકતા.....એ મારે સ્વભાવ.... જ્ઞાયક્તા... અર્થાત્ જાણપણું... જાણવું... એ મારે સ્વભાવ છે.... હું.... આત્મા... હું.ચૈતન્ય.... આત્માના અસંખ્ય પ્રદેશે. મારે જ્ઞાનગુણ... વિદ્યમાન છે. મારી જ્ઞાનશક્તિ.... સમસ્ત જગતને જાણવાનું સામર્થ્ય ધરાવે છે... જે શક્તિ જગતને જાણે છે... તે જ શક્તિ. આત્માને પણ જાણે છે.... - મારે જ્ઞાન સ્વભાવ... વિશ્વના પદાર્થોને જેવા. વિશ્વના પદાર્થોને જાણવામાં રોકાયેલો છે. મન...બુદ્ધિ....અને ઈદ્રિના માધ્યમથી વિશ્વના પદાર્થોને જુએ છે... જાણે છે.... જગતમાં ફરતો આ જ્ઞાનગુણ ત્યાંથી પાછો વાળી... આત્માને જાણવામાં પુરુષાર્થ કરે છે. આત્માને જાણી શકે... આત્માને માણી શકે. આત્માને અનુભવી શકે... જગતના રેય પદાર્થોમાં રોકાયેલી વૃત્તિ... રાગ-દ્વેષને આધીન બની જાય છે... જગતને જોઉં...જગતને જાણું. અને ત્યાં રાગ-દ્વેષ કરું... એ વિભાવ છે... મારે... મારી સ્વાભાવિક દશાને પ્રાપ્ત કરવી છે... મારા મૂળભૂત સ્વરૂપને પામવું છે. એ માટે મારા જ્ઞાનગુણને પદાર્થમાંથી પાછો વાળી.. મારામાં સ્થિર કરૂં.... મારામાં થયેલી સ્થિરતા... મને ઓળખાવશે .. હું ...મને જાણું. .. મને ઓળખું છું. મને પીછાણું.. હું... મને અનુભવું... અખંડ જ્ઞાયક સ્વરૂપી આત્મા... જ્યારે સમસ્ત જગતથી.. દૂર થશે. ત્યારે કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી લેશે... મારે... કેવળને પામવું છે. એટલે જગતમાં ફરતા જ્ઞાનગુણને પાછો વાળી.. મારામાં સ્થિર કરી દઉં. એ માટે આત્માનું ચિંતન.. થોડીક ક્ષણે વધુ એકાગ્ર થઈ. નિજનું ચિંતન. હું... આત્મા છું " " હું આત્મા... શું " શાંતિ " *...." શાંતિ...” " શાંતિ ,