________________ 232 હું આત્મા છું પ્રભુ “બ્રહ્મા' છે. જેમનું બ્રહ્મતત્ત્વ એટલે કે સર્વ વિશુદ્ધ આત્મ તત્ત્વ જાગૃત થઈ ગયું છે તે બ્રહ્મા. પ્રભુએ પિતાના બ્રહ્મતત્વને પામી લીધું છે. વળી બ્રહ્મા એટલે આ સૃષ્ટિના કર્તા, જેમણે સૃષ્ટિની રચના કરી. આ હિન્દુ માન્યતા છે. ભગવાન આદિનાથે અસિ, મણિ, કૃષિ રૂપ ત્રણ કળા આપી જગતના જીવોને રચનાત્મક શીખવ્યું, તેથી તેઓ “બ્રહ્મા” છે. પ્રભુ ઈશ્વર છે. જેઓએ અશ્વર્ય પ્રાપ્ત કર્યું છે તે ઈશ્વર. પ્રભુએ અંતરંગ લક્ષ્મીરૂપ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય અને અનંત સુખની પ્રાપ્તિ કરી છે. આ ચારને ભાવ પ્રાણ કહો, કે અનંત ઐશ્વર્ય કહે. વળી આ ઐશ્વર્ય પ્રાપ્ત થયા પછી પુનઃ નાશ પામતું નથી. માટે પ્રભુ ઈશ્વર” છે. ઈવરને બીજા શબ્દોમાં નાથ પણ કહેવાય. પ્રભુ ત્રિલોકનાથ છે. સર્વ જીવોને શરણે રાખી સહનું રક્ષણ કરે છે. ભવના સમુદ્રથી તારે છે, માટે પ્રભુ ઇવર છે. પ્રભુ “અનંત’ છે. પ્રભુએ જે કંઈ પ્રાપ્ત કર્યું તે બધું જ અનંત પ્રાપ્ત કર્યું. હવે કશું જ અંતવાળું નહીં. અનંત ચતુષ્ટય, અનંત અવ્યાબાધ સુખ, અનંત ક્ષાયિક “સમકિત, અનંત અક્ષયસ્થિતિ આદિ અનંતને પામી ગયા માટે પ્રભુ “અનંત’ છે. પ્રભુ “અનંગકેતુ’ છેજેઓએ અનંગ એટલે કામદેવને જીતી લીધો તે અનંગકેતુ છે. પ્રભુએ મેહનીય કર્મને સર્વથા ક્ષય કર્યો કે જે મેહનીય જ વિકારોની જડ હતી, તેથી હવે આત્માના એક પ્રદેશે પણ વિકૃતિ રહી નહિ. રામચરિત માનસમાં તુલસીદાસજી શ્રી રામચંદ્રજીના વિવાહને પ્રસંગ વર્ણવે છે. રામ સ્વયંવર મંડપમાં પધારે છે. ત્યાં રહેલા ફટિક જેવા થાંભલાઓમાં તેઓનું પ્રતિબિંબ પડે છે. તે જોઈ કવિ કલ્પના કરે છે કે સ્તંભમાં પ્રતિબિંબિત થતું રૂપ એ કામદેવ છે. રામના રૂપ-સૌંદર્યને જોઈ કામદેવને શરમ આવી અને તે થાંભલામાં છૂપાઈ ગયે. કામદેવ રામની સામે આવી શકતો નથી. આ એક સંકેત છે. રમ પરણવા જાય ત્યારે કામદેવની લગામ