________________ 223 તે ગુરુમાં જ મમત્વ પ્રભુ ! આ તે કેવી વિડબણા? સંસાર કે સંસારના વિષયેની પ્રીતિ નથી, રસ નથી, આત્માને પામવાની ઝંખના નિશદિન વર્તે છે, છતાં કેમ સમ્યગૂ દર્શન થતું નથી ? અને આ ખેદ મનમાં એક નિશ્ચય કરાવે કે સમ્યગદર્શન લઈને જ જંપવું છે. સમ્યગદર્શન ન થાય તે માનવ થયા તે ય શું ? સાધુ થયા તે ય શું? અને આવી જાગૃતિ સેવતા સાધક પ્રબળ પુરુષાર્થની દિશામાં જ હોય છે. આવા સંતેનું શરણ પણ આત્મસાધક નીવડી શકે છે. મતાથી જીવ બાહ્ય-ત્યાગીને ગુરુ રૂપે સ્વીકારી ભૂલ કરી રહ્યો છે. એટલું જ નહીં પણ, અથવા નિજ કુળધર્મના તે ગુરુમાં જ મમત્વ, પિોતે જે કુળમાં જન્મે છે તે કુળની ચાલી આવતી પરંપરામાં જે ગુરુની માન્યતા ચાલી આવતી હોય તેને જ ગુરુ માને, અને તેમનામાં રહેલા પોતાના મમત્વનું પિષણ કરતે રહે. પછી એ ગુરુ થવાને ગ્ય હોય અથવા ન પણ હોય. તેમના શરણે પિતાને ઉદ્ધાર થાય યા ન થાય, પણ મારા ગુરુ આ જ છે અને એ જ સર્વ શ્રેષ્ઠ છે, એવી કદાગ્રહી માન્યતામાં જ પીડાતો હોય. અહીં પિતાના કુળ ગુરુને માનવાને સર્વથા નિષેધ નથી. પણ જો એ માત્ર બાહ્ય ત્યાગી જ હોય, અને જીવને તારવા સમર્થ ન હોય, માત્ર સાધુતાને અંચળેજ ઓઢી લીધું હોય પણ અંદર તો પિોલમપોલ હેય, તે એવા કુળગુરુ હોય તે પણ ત્યાજ્ય છે, સેવવા યંગ્ય નથી. એવા ગુરુઓ તે ક્યારેક માણસનું સત્યાનાશ પણ કાઢી નાખે. એક મોટા શહેરની વાત કરું. એક શ્રીમંત ઘરનાં બહેન, રજ ઉપાશ્રય આવે. એક વાર અમે તેમને પૂછયું કે તમે તે આવો છે, પણ તમારા બાળક કેમ કયારેય નથી આવતાં ? તેમણે કહ્યું: મહાસતીજી ! મારાં બાળક પહેલાં તો આવતાં હતાં, પણ અમારે ત્યાં એક ઘટના બની ગઈ જેથી હવે આવવાનું નામ નથી લેતાં. બન્યું એવું કે એક કેઈ ચમત્કારી સંતની જાળમાં આ બહેન આવી ગયાં. તેમના પતિ અને બાળકને પણ એમના પ્રત્યે શ્રદ્ધા થઈ