SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ 216 હું આત્મા છું સંસારી કે છે રે ભગતડાં ઘેલાં છે તમે ઘેલાં ન જાણુજે રે, પ્રભુને મન પેલાં છે સંસારી કેછે રે, ભગતડાં ભૂંડા છે તમે ભૂંડા ન જાણજો રે, ભકિતનાં મૂળ ઊંડા છે... તે આમ આત્મ-આરાધનાના માર્ગે જીવે જે કરવાનું છે અને જે છોડવાનું છે તેને મુમુક્ષુ જી સિવાય બીજા ને સમજી શકે. બીજા તે સવળી અને સીધી વાતોને અવળી રીતે જ સમજે. તેથી તેવા છે માટે શ્રીમદ્જીએ કહ્યું - હોય મતાથી જીવ તે અવળે તે નિર્ધાર જે જીવ પોતાની બુદ્ધિએ, મતિ કલ્પનાએ ચાલનારે તથા મતાગ્રહી હોય, તેને આરાધનાની વાત સમજાય નહીં. અરે ! સમજે તે નહીં પણ તેને અવળે અર્થ કરે. જેના કષા શાંત થયા નથી, સંસારને માર્ગ મળે પડયો નથી, મિથ્યા - માન્યતાઓ અને કદાગ્રહને છોડ્યા નથી એવા જીવને પિતાની માનેલી માન્યતાઓ સિવાય, બીજા શેમાં ય રસ હોતો નથી. સર્વજ્ઞ - સર્વદશી પરમાત્માની સાક્ષાત્ વાણું કે તેઓનું સાક્ષાત્ સાનિધ્ય તેના માટે ઉપકારી તો ન જ નીવડે, પણ વિષધરના મુખમાં ગયેલું અમૃત પણ વિષ રૂપ પરિણમે તેમ, મતાથી જીવને તો પણ અવળી માન્યતા રૂપ પરિણમે. તેથી જ શ્રીમદ્જી કહેવા માગે છે કે મતાથી જીવ સ્વછંદ ત્યજવામાં સમજે જ નહીં. સદ્દગુરુનું માહાસ્ય તેના હૈયે વસે જ નહીં. વિનય જેવા મહાન ધર્મની એ અવહેલના કરે. કુદેવ - કુગુરુ અને કુધર્મની મિથ્યા માન્યતામાં જ એ શ્રેય સમજતો હોય. આવા જી પાસે ગમે તેટલાં ઊંચાં ત કહેવામાં આવે તે તેને હિતકર ન નીવડતાં અહિતકર નીવડે છે. જેમકે - સક્કરબેરનું સાકર જીવન, ખરના પ્રાણ જ હરે ક્ષાર-સિંધુનું માછલડું જ્યમ, મીઠા જળમાં મરેપ્રેમરસ
SR No.032737
Book TitleHu Aatma Chu Part 01
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy