________________ 200 હું આત્મા છું હોય તે રાગ-દ્વેષને સદંતર નાશ થઈ જાય. અને એ થતાં કેવળજ્ઞાન પ્રગટ થાય. ગુરૂ છદ્મસ્થ હોય અને શિષ્ય કેવળી બની જાય. એવો નિયમ નથી કે ગુરુને પહેલાં કેવળજ્ઞાન થાય અને શિષ્યને પછી જ થાય. એટલું જ નહીં પણ ગુરૂ કરતાં શિષ્યને મોક્ષ પણ પહેલાં થાય. ગૌતમ ગણધરના નિમિત્તે બેધ પામેલા તેમના અનેક શિષ્યને, તેમના પહેલાં કેવળજ્ઞાન થયું હતું. એ જ રીતે પ્રભુ મહાવીરના અગ્યાર ગણધરમાંથી નવ ગણધરે પહેલા જ મેક્ષ પધારી ગયા. પ્રભુનું આયુષ્ય હજુ શેષ છે અને શિવે મેક્ષે પહોંચી સિદ્ધની કેટીમાં બેસી ગયા. અરે ! પ્રભુ મહાવીર અરિહંત પણે વિચારી રહ્યા છે અને જ્યારે તેઓ નમે સિદ્ધાણં કહી અનંત સિદ્ધોને નમસ્કાર કરતા હશે, ત્યારે તેમના જ શિષ્યો જે સિદ્ધ થઈ ગયા તેમને પણ નમસ્કાર થતા હશે. બંધુઓ ! આ છે ચમત્કાર ! પણ આટલા ચમત્કારને પામ્યા પછી, ગુરુ છમસ્થ હોય અને શિષ્ય કેવળજ્ઞાની થઈ ગયા પછી પણ, શિષ્યનું કર્તવ્ય શું છે ? તેને ધર્મ શું છે ? તે આ ગાથામાં શ્રીમદ્જી બતાવવા માંગે છે. તેઓએ કહ્યું. વિનય કરે ભગવાન ! અનુભવી મહાપુરૂષોએ ધર્મનું મૂળ “વિનય બતાવ્યું. કહ્યું પણ છેઃ વિના મૂત્રો ધો . " ધર્મનું મૂળ વિનય અને ધર્મનું ફળ મોક્ષ. મોક્ષને પામવા માટે, વિનય અનિવાર્ય આવશ્યકતા છે. જે સુ-ફળ જતાં હોય તે મૂળ મજબૂત જોઈએ. જે વૃક્ષનું મૂળ ઉખડી ગયું હોય અથવા સડી ગયું હોય તે વૃક્ષને નષ્ટ થવું જ પડે. વૃક્ષને હર્યું ભર્યું રાખી ફળ જોઈતાં હોય તે ખરેખરી માવજત તે મૂળની જ થવી જોઈએ. એજ રીતે મિક્ષ રૂપ ફળ માટે વિનય રૂપ મૂળને સંભાળવું જ રહ્યું. | માટે જ અહીં કહ્યું કે કેવળજ્ઞાની શિષ્ય પણ છમસ્થ ગુરૂને વિનય કરવો જોઈએ કારણ, મહા ઉપકારી છે ગુરૂદેવ ! ગુરૂદેવે માર્ગ ન આ હેત તે સાધક કેવળજ્ઞાન સુધી પહોંચી શકયે ન હેત. તેથી ગુરૂદે