________________ 198 હું આત્મા છું આ શત્રુઓને દૂર કરવા પ્રબળ પુરુષાર્થ જોઈશે. જેવા શક્તિશાળી શત્રુ તેવા જ શક્તિશાળી શસ્ત્ર જોઈએ] રૂને નાશ કરવા અગ્નિને એક તણખે બસ થઈ પડે, પણ લેતાને નાશ તે થાય નહીં. તેને ગાળવું હોય તે મોટી ફર્નેસ જ જોઈએ. તેમાં અગ્નિની માત્રા પણ એટલી જ જોઈએ. તે બંધુઓ! સમ્યક્ પુરુષાર્થ વડે જ રાગ-દ્વેષને નાશ થાય છે, શ્રીમદ્જી સ્વછંદને છોડવાનું સમજાવે છે. જે આત્મલક્ષ જાગૃત કરી, આત્માને પામવે હોય તે, જે છોડવા ગ્ય છે, તેને છેડવું જ પડશે. તેના ઉપાય પણ છે. હવે સ્વછંદને છોડવાને રામબાણ ઉપાય કહે છે. માનાદિક શત્રુ મહા નિજ ઈદે ન મરાય, જાતાં સદ્દગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય...૧૮[, માન, પ્રતિષ્ઠા, કીતિની ભૂખ, લેભ આદિ શત્રુઓ, શત્રુ રૂપ પ્રતિભાસ્યા હોય, અને તેને કાઢવાના પ્રયત્નમાં પણ તું હાય. મનથી નિશ્ચય. કરી લીધું હોય કે મારે આ દોષ દૂર કરવા જ છે, એ નહીં જાય ત્યાં સુધી હું જપીશ નહીં. પણ એ “નિજ છેદે ન મરાય.” તારી રીતે, તારી બુદ્ધિએ પુરુષાર્થ કર્યા કરે તેથી ન જાય. વિચાર કરે બંધુઓ ! કઈ વ્યક્તિ ખૂબ બલશાલી છે, હિંમતભર્યો અને ધીરજવાન છે, શૂરવીર છે. સૈન્યના એક સૈનિકમાં જોઈએ તેવી શારીરિક, માનસિક શક્તિ પણ છે, અને તેને સૈન્યમાં જોડાવું છે. પણ તે શસ્ત્રકળા ન જાણતું હોય, તેને અભ્યાસ ન કર્યો હોય, ને પૈસાના જોરે Armyમાં જોડાવા માગે તે સફળ થાય ખરે ? ન જ થાય. ત્યાં પૈસાની કેઈ કિંમત નહીં. ત્યાં તે શસ્ત્રકળા, યુદ્ધની કળા જરૂરી છે. શત્રુ પર કેમ ઘા કરે અને પિતા પર આવતા ઘાથી કેમ બચવું ? આ બને તરફનું સંપૂર્ણ જ્ઞાન જોઈએ. તે જ એ યુદ્ધમાં સફળતા મેળવી શકે. એમ, આત્મિક શત્રુ સાથે લડવા માટે પણ કળા જોઈએ, એ કણ શીખવાડે ? સદ્ગુરુ. સદ્દગુરુના ચરણમાં થયેલે સંપૂર્ણ સમર્પણ ભાવ