________________ 194 હું આત્મા છું ચીધેલા રાહે ચાલ્યો જા. બસ, આટલું કરીશ તે તારામાં રહેલ મહાન દોષ-રૂપ અહમ્ તૂટી જશે. જ્યાં શરણુ-ગ્રહણની ભાવના જાગે, ત્યાં જ અહમ ઓગળવા માંડે છે. કારણ નમ્રાતિનમ્ર બન્યા સિવાય કેઈનું શરણું ગ્રહણ થાય નહીં. જીવમાં પડેલું અહમ ગમે ત્યારે, ગમે ત્યાં બહાર નીકળતું જ હોય છે. પિતે કંઈક છે, આ વૃત્તિ ભૂંસાતી જ નથી. એક વખતની વાત છે. એક ગામડામાં એક બેન જઈ રહ્યાં છે. સામે બીજા બેન મળ્યાં. પૂછ્યું: “કઈ બાજુ ગયાં હતાં ? કહે; “તમારે ઘરે છાસ લેવા ગઈ હતી, પણ તમારી વહુએ કહ્યું, છાસ નથી.” “એમ !, મારી વહુએ એમ કીધું ? ચાલે, મારી સાથે” અને એ બેનને એ પાછા લઈ ગયાં. ઘરમાં જઈ ઘરનાં માલિક બેન, પેલાં બહેનને કહે છે, “છાસ નથી, પિલાં બહેન તે સ્તબ્ધ જ થઈ ગયાં “આ શું ? અરે આ તે મને તમારી વહુએ પણ કીધું જ હતું. મને એમ કે ઘરમાં છાસ હશે પણ વહુને ખબર નહીં હોય માલિક બેન કહે છે. “ના, એમ નહીં. છાસ તે ને” ની જ પણ આ ઘરની માલિક, વહુ ક્યારથી થઈ ગઈ ? એ કેમ કહી શકે કે છાસ નથી ! હું નથી બેઠી હજી ? મારા બેઠાં એ કેમ ના પાડી શકે ? મારે એને પાઠ ભણાવેલ હતું. એટલે હું તમને પાછાં લઈ આવી !" આનું નામ છે અહમ! કે પેટે અહમ છે? નાની એવી વાત પરથી માનવીના મનનું માપ નીકળે છે. બંધુઓ ! આપણા સહુમાં આવા અનેક પ્રકારના અહમ પડ્યાં છે. વાસ્તવમાં તે અહમ એક જ છે પણ તેને દિશા બદલવાની ટેવ છે. તેને તેડવા માટે શ્રીમદ્જી આપણને સદ્ગુરુના લક્ષે વર્તવાની આજ્ઞા કરે છે. જે વ્યક્તિ સદ્ગુરુના લક્ષ્ય તથા તેમની આજ્ઞાએ વર્ચી જાય છે. તે લક્ષ્યને અહીં સમક્તિ કહ્યું છે. અહીં આપણે સમકિત વિષે થડે વિચાર કરીશું. સમકિતના બે પ્રકાર-વ્યવહાર અને નિશ્ચય. દેવ અરિહંત, ગુરૂ નિગ્રંથ અને કેવલી પ્રરૂપિત દયામય ધર્મ. આ ત્રણ તની યથાર્થ શ્રદ્ધા તે વ્યવહાર સમકિત. તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છે