________________ જો કે આ આત્મસિદ્ધિને વિષય જ સહજતાથી ભરેલું છે, અને સાથે આ વ્યાખ્યાનકારને એક પ્રકૃતિ ગુણ પણ એ છે કે તેમની દરેક પ્રવૃત્તિમાં સહજતા અને સરલતા દેખાય. કૃત્રિમતા બહુ જ ઓછી દેખાય. કયારેક ન પણ દેખાય. સાધ્વી તરૂલતા યશ-કીર્તિના ભાવને પિષણ આપવાની બહુ જ ઓછી ઈચ્છા ધરાવે છે, જે તેમની સાધના દ્રષ્ટિને આભારી છે. જેના અંતરમાં સાધનાની ભાવના ભરી છે તે જ આત્મ સાધના કરતા કરતા સિદ્ધિના સંપાન સર કરી શકે છે, અને આત્મશુદ્ધિની વાતે કરવાની યોગ્યતા તથા અધિકાર ધરાવે છે. જેમનામાં જ્ઞાન અને ક્રિયા બનેને સમન્વય છે. નથી ફક્ત જડ ક્રિયા કે નથી કેરૂ શુષ્ક જ્ઞાન, જેટલું જાણે છે તેમાંથી જ યથા શક્તિ કહેવાની અને આચરવાની કેશિષ કરે છે. આવા સાધ્વી રત્ન પાસે સમાજ પણ નવી નવી કૃતિઓની અપેક્ષા રાખે તે તે પણ અસ્થાને ન ગણાય. આપણે આશા કરીએ કે તેઓ નિત્ય નવી કૃતિઓ રચે અને પિતાની લાક્ષણિક કલા છટાને મૂર્ત રૂપ આપી લકેપગી બનાવે. જેમ ધનવાનનું ધન પર ઉપકાર માટે વપરાય છે તેમ જ્ઞાનીઓનુ જ્ઞાન પણ લેકેપગી બનવું જોઈએ. - સાધ્વી તરૂલતાને આ પ્રથમ પ્રયાસ હોવા છતા ઘણો બલવાન છે. આનાથી ફક્ત સાધ્વીજીના નામને જ નહીં પરંતુ સમાજ સંઘ સંપ્રદાય અને શાશનને ચમકતી કલગી ચડી રહી છે. જે જોઈને હું મારી જાતને મહા ભાગ્યશાળી માનુ છું. - જીજ્ઞાસુ-જનની જાગૃતિ જ હંમેશા કૃતિને કર્તા માટે પ્રેરણા રૂપ બને છે. હવે એ જોવાનું છે કે આ પુસ્તકના પ્રભાવથી જીજ્ઞાસુઓની ઉત્સુકતા આવા સાહિત્ય માટે કેટલી રહે છે ને કેટલી વધે છે? આ વ્યાખ્યાને શ્રોતાઓને અને વાચકને વાંચતા કે વાંચ્યા પછી લારૂપ બનશે જ પરંતુ વ્યાખ્યાનકારને તે એ જ ક્ષણે મહાન લાભકારી બની ગયું છે. હજુ પણ તેમના ભાવે વર્ધમાન બની રહી ભાષા દ્વારા પ્રગટ થાય, નીત નવા ગ્રન્થનું સર્જન થાય, અને તેમનું જ્ઞાન તેમજ ચિંતવન સ્વ- પર કલ્યાણનું કારણ બની રહે. 19 ફેબ્રુઆરી 1987 એવી મંગલ કામના સહ જૈન ઉપાશ્રય હૈદ્રાબાદ સાવી લલિતા