________________ .સમજયે જિન સ્વરૂપ ! ઉતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની, અનંતદર્શની, પ્રભુ વીર જગતના ભવ્ય જીવ સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગુ-દર્શન, સમ્યગૂ-જ્ઞાન અને સમ્યગૂ-ચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના નિજ પદને ઓળખાવી જિનસ્વરૂપની પ્રાપ્તિ કરાવે છે. નિજને ઓળખી શક નથી, એટલે જ જીવ, જન્મ-મરણના ચકરાવામાં ભટકયા કરે છે. આધિ, વ્યાધિ, અને ઉપાધિના સંતાપમાં બળી રહ્યો છે. આવા કારમાં દુઃખોથી છૂટવા માટે નિજ-રૂપને જાણવું આવશ્યક જ નહીં, અનિવાર્ય છે. આજ સુધી નિજ-રૂપને ઓળખી નથી શક્યા તેનું કારણ છે આપણું સંસાર લક્ષ. જ્યાં સુધી સંસાર લક્ષે જ પ્રવૃતિ થતી રહે, આત્માની સમય સમયની પરિણતિ સંસાર વૃદ્ધિના કારણ રૂપ જ બનતી રહે, ત્યાં સુધી મેક્ષની વાત કરીએ ભલે, પણ અંતરમાં આત્મભાવ જાગતું નથી અને એ ભાવ જાગ્યા વિના મેક્ષ મળે પણ નહીં. મેક્ષ છે? કઈ ઘટતી ઘટના નથી, કેઈમળી જતે પદાર્થ નથી, કઈ પદવી નથી, કેઈ રિદ્ધિ, સિદ્ધી કે સંપત્તિ નથી પણ આત્માની એક દશા છે. સર્વથા સ્વભાવ-પરિણતિમાં પરિણમી જવું તે છે. આ પરિણતિનાં પરિણમનને પ્રારંભ નિજપદની પ્રાપ્તિથી થાય છે, અને એ પ્રાપ્તિને માર્ગ બતાવનાર છે સદ્ગુરુ. જેઓ નિજપદને ઓળખાવી જિન સ્વરૂપ સુધી પહોંચાડે છે. માટે જ શ્રીમદ્જીએ કહ્યું : સદગુરુના ઉપદેશ વણુ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર છે, સમજેયે જિનસ્વરૂપ...૧ર...