________________ 134 હું આત્મા છું જગતના કોઈ પણ સમર્થમાં-સમર્થ વ્યક્તિમાં પણ અરિહંત જેવી શક્તિ નથી કે જે, સંસારના તાપથી તપેલા જીવને શરણે રાખીને ઉગારી શકે. સંસારનાં સહુ શરણું નિર્માલ્ય છે. બસ ! માત્ર અરિહંત પરમાત્મા જ આવું સામર્થ્ય ધરાવે છે. અનાદિથી ભટકતા જીવની શક્તિ પર કર્મોનાં ગાઢ આવરણો પડયાં છે, જેના કારણે જીવ પિતાની શક્તિને અનુભવ કરી શકતું નથી. પણ અરિહંત પરમાત્મા તે આવરણ સે મુક્ત હૈ બધાં જ આવરણ હટાવી દીધાં છે. જ્ઞાન પરનાં આવરણને નાશ કરી કેવળજ્ઞાની થયા, દર્શન પરનું આવરણ દૂર કરી અનંતદર્શની બન્યા. મોહને બાળી શાયિક સમકિત અને ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત કર્યું અને સર્વ અંતરાયોને ક્ષય. કરી અનંત વીર્ય શક્તિને પ્રાપ્ત કરી. આમ આત્માનાં મૌલિક ગુણ પરનાં આવરણે દૂર કરી મુક્ત બની ગયા. દેવ અહંનું દિવ્ય ગ જ અતિશએ યુક્ત હૈ દેવ, દાનવ અને માનવ સર્વના પૂજનીય એવા ત્રિલેકિનાથ તીર્થંકર પરમાત્મા સયોગી છે. અર્થાત્ મન-વચન-કાયાના પેગો સહિત છે. આપણા ગેની પ્રવૃત્તિ ક્યારેક જ માનવીય હોય છે અન્યથા પૂર્વ ભવના. સંસ્કાર સાથે લઈને આવ્યા હોવાના કારણે, પ્રવૃત્તિમાં પાશવતા અને દાનવતા ઝળકતી હોય છે. જ્યારે અરિહંત પ્રભુ પણ, એ જ વેગ હેવા છતાં તેમની સર્વ પ્રવૃત્તિઓમાં દિવ્યતા દેખાતી હોય. તેઓને યૌગિક વ્યાપાર સાત્વિક જ હોય, ત્યાં રાજસ કે તામસ ભાવ હોય જ નહી. વળી સૂફમત માં જઈને વિચારીએ તે કેવળી પરમાત્માની, યોગની, પ્રવૃત્તિ પ્રયત્નપૂર્વકની હેતી નથી. તેમની વાણીને વ્યવહાર, સ્વયં જ થયા કરે છે. આ બેલું કે પેલું એવા વિચારથી તેઓની વાણું ન નીકળે, પણ ભવિતવ્યતાના યેગે જેટલો વચન વ્યવહાર થવાનું હોય તે થયા. કરે. તે જ રીતે કાયાની પ્રવૃત્તિ પણ પ્રયત્નપૂર્વકની ન હોય, પણ તે સમયે દેહનું પરિણમન જે ગતિ કે જે સ્થિતિમાં થવાનું હોય તે થયા કરે અને એથી પણ આગળ વિચારીએ તો પ્રભુને મન ગની પ્રવૃત્તિ તે હૈતી જ નથી.