________________ ઉગે ન આત્મવિચાર 119 શ્રીમદ્જી પણ આ જ ભાવે પત્રાંક ૪૬૬માં બતાવે છે. “પૂર્વે થઈ ગયેલા અનંત જ્ઞાનીઓ જે કે મહાજ્ઞાની થઈ ગયા છે, પણ તેથી કંઈ જીવને દોષ જાય નહીં. એટલે કે અત્યારે જીવમાં માન હોય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાની કહેવા આવે નહીં, પરંતુ હાલ જે પ્રત્યક્ષ જ્ઞાની બિરાજમાન હોય, તે જ દોષને જણાવીને કઢાવી શકે. જેમ દૂરના ક્ષીર–સમુદ્રથી અત્રેના તૃષાતુરની તૃષા છીપે નહીં, પણ એક મીઠા પાણીને કળશ અત્રે હોય, તે તેથી તૃષા છીપે.” વીતરાગે પ્રરૂપેલા શાને સમજવા માટે સદ્ગુરુ જ જોઈશે. શાસ્ત્રમાં માર્ગ બતાવ્યું છે પણ મર્મ બતાવ્યું નથી. મર્મ તે સદ્ગુરુના અંતરમાં પડયો છે. શારામાં કહેલ ત રહસ્યપૂર્ણ હોય. તે રહસ્ય નિજ બુદ્ધિથી સમજી શકાય નહીં. આગમમાં ભરેલાં અનંત રહસ્ય ગુરુગમ વિના સમજાય નહીં. ગમ પડયા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. સંત વિના અંતની વાતમાં અંત પમાને નથી. વળી એક મહત્વપૂર્ણ બાબત એ છે કે જિનેશ્વર પ્રભુ સંપૂર્ણતાને પામી ગયા હોવા પછી પણ, પક્ષ હોવાના કારણે આપણું મન તેમના ચિંતન-ધ્યાનમાં સ્થિર રહી શકતું નથી, એકાગ્ર રહી શકતું નથી. જ્યારે પ્રત્યક્ષ સદ્ગુરુના આત્મવીર્યના ઉદ્ઘાસને જોઇ, તેમની અલૌકિક શક્તિનાં દર્શને આપણને સહજ ઉલ્લાસ પ્રગટે અને તેમના ધ્યાન-ચિંતનમાં એકાકાર થઈ શકીએ છીએ. તેમજ જેમનું આત્મવીર્ય જાગૃત થઈ સાધના માર્ગે સક્રિય છે, તેમને નિહાળીને આપણું સુષુપ્ત આત્મવીર્ય પણ જાગૃત થઈ ઉલૂસિત બની સાધના માર્ગે સક્રિય બને છે. અહીં આપણે આપણા સનાતન મંત્ર નવકારમંત્ર વિષે વિચારીએ. તેનાં પાંચ પદોના કમમાં પહેલું પદ “નમે અરિહંતાણું અને બીજું પદ “નમો સિદ્ધાણું.” આ બન્નેમાં આત્મશુદ્ધિની દષ્ટિએ સિદ્ધ ભગવંત પહેલા છે. કારણ તેઓ આઠેય કર્મોને ક્ષય કરી સર્વથા શુદ્ધ, બુદ્ધ, નિરંજન બની ગયા છે, જ્યારે અરિહંત પ્રભુ તે ચાર અઘાતી કર્મો સહિત છે. જ્યાં કર્મો