SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ....ઉગે ન આત્મવંચાર ! વતરાગ પરમાત્મા અનંતજ્ઞાની, અનંતદર્શની પ્રભુ વીર, જગતના ભવ્ય જીવ સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષ માર્ગની આરાધના સમ્યગૂ -દર્શન, સમ્યગૂ-જ્ઞાન અને સમ્યગૂ-ચારિત્રથી થાય છે. - આ ત્રિરત્નની આરાધના માટે સદ્ગુરુની શોધ કર્તવ્ય છે. આત્મઆરાધનાનું લક્ષ્ય જાગે ત્યારે જ સદ્ગુરુની ખોટ જીવને જણાય છે અને ત્યારે જ એ શોધમાં નીકળે છે. સંસારલક્ષી જીવને સંસાર માર્ગના અનેક ભેમિયા મળી રહેતા હોય અને ત્યારથી જ એ સંસ્કાર, કેળવણી તેને મળતાં જ હોય છે. સંસાર માગે પ્રારબ્ધ અને પુરુષાર્થ બને અજમાવી, જીવ તેનાથી કંઈક મેળવી પણ લેતે હોય છે, પણ બધું જ મળ્યા પછી જ્યારે અંતઃકરણમાં કંઈક ઉણપ અનુભવે, કંઈક અભાવ ખટકે ત્યારે જ તેની આંખ ઉઘડે છે, અને તે ગુરુની શધમાં નીકળે છે. | ગઈ કાલની ગાથામાં આપણે જોયું કે ગુરુ તે કરવા ! પણ કેવા? તેમના અદ્ભુત ગુણોનું વર્ણન કર્યું. આવા ગુણિયલ ગુરુનું માહાતમ્ય અંતરે . વસવું જોઈએ. અને તેથી જ શ્રીમદ્જી હવે બતાવે છે. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરેક્ષ જિન ઉપકાર એ લક્ષ થયા વિના, ઉગે ન આત્મ વિચાર...૧૧...... વર્તમાન કાળે જ્યારે આપણી વચ્ચે જિનેશ્વર દેવની સદેહે હાજરી નથી, ત્યારે આપણા માટે જે કઈ સબળ અને સચોટ આલંબન હેય તે તે માત્ર એક જ છે અને તે છે “સરુ”. - જિનેશ્વર દેવે શાસ્ત્ર પ્રરૂપ્યાં, આરાધનાના માર્ગે પિતે વિહર્યા, અને એ જ માર્ગ આપણા માટે, શાસ્ત્રમાં પ્રશસ્ત કરતા ગયા. એ તે ચક્કસ *
SR No.032737
Book TitleHu Aatma Chu Part 01
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy