________________ 114 હું આત્મા છું અંશ અહીં જ તેમણે અનુભવી લીધો છે અને એ અનુભવમાં એ એટલા બધા નિમગ્ન હોય કે મોક્ષે જવું છે એ વિકલ્પ પણ અંતરમાં ઉઠત નથી. કેટલે ઊંડે સમભાવ ત્યાં વતે છે. અહીં એ સાબિત થાય છે. કે મોક્ષે જવાની ઈચ્છાને પણ ત્યાગ થશે ત્યારે જ જીવને મોક્ષ થશે. તે આવી ઉચ્ચ દશાને સ્વભાવ તે બીજો ગુણ. હવે ત્રીજો ગુણ “વિચરે ઉદય પ્રગ” આ ગુણ સમજવા જેવું છે. આના પર થડા ઊંડાણથી વિચાર કરીએ. પ્રત્યેક સંસારી જીવને સમયે - સમયે કર્મના ઉદયે તે વર્યા જ કરતા હોય છે. એક પણ ક્ષણ કર્મના ઉદય રહિત હોતી નથી. આ ઉદય થતાં જ જીવ, ઉદયના ભાવમાં ભળી જઈ, વળી તે - તે પ્રકારના ભાવે કરે છે. અર્થાત મહાદિને ઉદય થતાં, પોતે મેહ રૂપ પરિણત થાય અને તે ભાવમાં જ ભળી જઈ વળી તેવાં જ નવા કર્મો ઉપાર્જન કરે, અને ફરી તે કર્મો ઉદયમાં આવે. આમ કર્મને બંધ, તેને ઉદય, તેમાં ભળી જવાપણું અને ફરી તે બંધ. આ ઘટમાળ ચાલ્યા જ કરે. જ્યાં સુધી આ ચક આમ જ ચાલતું રહે ત્યાં સુધી ઉદય પ્રયોગે વિચરણ સંભવી શકે નહીં. અહીં સદ્ગુરુમાં આ આગ ગુણ બતાવ્યું કે તેઓને પણ કમના ઉદયે તે વર્તતા જ હોય. પણ તેને તટસ્થ ભાવે માત્ર નિહાળીને, તેનાથી અલિપ્ત રહેતા હેય. અર્થાત્ મહાદિની પ્રકૃતિએ ઉદયમાં આવે, પણ પિતાને સતત ભાન વર્તતું હોય કે હું મહાદિ સ્વરૂપ નથી. મેહથી રહિત, સર્વથા નિર્વિકારી આત્મા છું. અને તેથી તેઓને કમના ઉદયે સ્પશી શકે નહીં. એટલું જ નહીં તેમની દરેક પ્રવૃત્તિ ઈચ્છા રહિતની હોય. પિતાની ઈચ્છાથી હાલવા-ચાલવા, કે ઉઠવા-બેસવાની પ્રવૃત્તિ પણ ન હોય. જે સમયે જે કમને ઉદય હેય અને તેનાથી સહજ રૂપે જે પ્રવૃત્તિ થવી ઘટે તે થઈ જાય. પણ હું આમ કરું, એવી કર્તુત્વ બુદ્ધિથી કઈ ક્રિયા ન થાય. જેનું પ્રત્યેક ક્રિયામાંથી કતૃત્વપણું નીકળી ગયું છે અને જેને