SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ 112 હું આત્મા છું અને મરવું પિતાને જ ખબર છે. સાથે રહેલા અન્ય છે તે જાણ શક્તા નથી, અનુભવી શકતા નથી. એ જ રીતે જોઈ ક્રિયાદિમાં એક સાથે સંખ્યાત છ જન્મ અને મરે. અને પશુ નિમાં કૂતરાં, બિલાડાં, ભૂંડને એકી સાથે ચાર-પાંચ બચ્ચાં જન્મ. પણ સહુનાં કર્મ અલગ, પાપ-પુણ્ય અલગ, જન્મ-મરણની સંવેદનાઓ પણ અલગ. એટલે એકના જન્મનું દુઃખ બીજા વેદતા નથી. એકના મરણનું દુઃખ પણ બીજાને અનુભવાતું નથી. એટલે એને અર્થ એ થયે કે જીવ ગમે તે એનિમાં, ગમે તેટલા જ સાથે જન્મે પણ એ સર્વથા અસંગ રહેવા જ સર્જાયેલે છે. આત્મજ્ઞાની પોતે-પિતાને સર્વથી અસંગ જાણે, અનુભવે. કહ્યું પણ છે एगो मे सासओ अप्पा, नाणदंसणसंजओ / सेसा मे बाहिरा भावा, सब संजोग लक्खणा // જ્ઞાન-દર્શનથી યુક્ત, હું એકલે શાશ્વત આત્મા છું એ સિવાય જેટલા પદાર્થો છે, વ્યક્તિઓ છે તે બધાં જ સંગ સંબધે મળેલા છે. મારા પિતાનાં કોઈ નથી. સર્વ બાહ્ય ભાવે છે. આવી આત્મ અનુભવ દશા જેને વતે છે તે આત્મજ્ઞાની. સદ્ગુરુનું બીજું લક્ષણ કહ્યું: “સમદર્શિતા”. સર્વ પરિસ્થિતિમાં જે સમતોલ રહી શકે, સર્વ જીવોને દેહ ભાવે ન જોતાં આત્મભાવે જોઈ શકે અને તેથી પુણ્ય-પાપના ઉદયે કે રાગ-દ્વેષનાં નિમિત્તે જેને અકળાવી ન શકે તે જ સમદશી. આવા પુરુષની દૃષ્ટિ દરેક સંયોગેમાં સમાન જ રહે. એ સુખના નિમિત્ત ખીલે નહીં અને દુઃખના નિમિત્તે કરમાય નહીં. પરમશાંત ભાવે તેની જીવન ચર્યા વહેતી હોય. કેવા હોય એ શત્રુ મિત્ર પ્રત્યે વતે સમદશિતા, માન–અમાને વતે તે જ સ્વભાવ જો; જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા, ભવ મેક્ષે પણ શુદ્ધ વતે સમભાવ જે.અપૂર્વ અવસર...
SR No.032737
Book TitleHu Aatma Chu Part 01
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy