________________ 92 હું આત્મા છું | (4) ગણિતાનુયેગ-આમાં ત્રણે લેકનું વર્ણન, ભૂગોળ તેમજ ખગોળનાં અલગ-અલગ માપ, એની ગણતરી, એની સંખ્યા વગેરે કહેવામાં આવ્યું છે. આવા ચાર પ્રકારના અનુયેની પ્રરૂપણું કરવાનું કારણ માનવનાં મન ! પ્રત્યેક માનવની રસ, રુચિ, વિચાર, અવસ્થાઓ હંમેશાં એક સરખી નથી રહેતી. મનની એ–એ– પ્રકારની સ્થિતિમાં એ—એ પ્રકારનાં અનુયોગે ઉપકારી નીવડે છે. શ્રીમદ્જી કહે છે. મન જે શંકાશીલ થઈ ગયું હોય તે દ્રવ્યાનુગ વિચાર યોગ્ય છે. શંકાઓ થવી એ માનવ સહજ સ્વભાવ છે તેમાં ય પ્રત્યક્ષ કરતાં પણ પરોક્ષ તત્ત્વની વાતમાં બહુ જલદી મન શ્રદ્ધા ધરાવી શકતું નથી. તેના કારણે સર્વ બોધેલા ઉપદેશમાં પણ મન શક્તિ થાય છે. સર્વજ્ઞની સર્વજ્ઞતા પર પણ વિશ્વાસ બેસતા નથી. તે જ રીતે હું આત્મા છું, જડ જગતથી પર છું આવા નિશ્વય નયના વચનેમાં તે અતિ શંકાશીલ બની જવાય છે. આવી પિતાના અસ્તિત્વ વિષયક તથા જગતના પરિણમન વિષયક શંકાઓ જ્યારે મનને સતાવતી હોય, અને પ્રત્યક્ષ સપુરુષનો યુગ ન હય, શંકાનું સમાધાન થઈ શકે તેમ ન હોય ત્યારે દ્રવ્યાનુયેગની સ્વાધ્યાય, કે જે આત્મા અને અજીવ દ્રવ્યના સ્વતંત્ર અસ્તિત્વને સિદ્ધ કરી, સંગ સ્વભાવે રહેલ સંબંધની ક્ષણભંગુરતાને બતાવી, પિતાને પિતા વિષે દૃઢ કરે છે. “હું આત્મા છું' અને અવિનાશી છું, ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છું. મારામાં પડેલું પરમાત્મ તત્ત્વ જાગૃત કરી શકું છું એવી સચોટ શ્રદ્ધા આ સ્વાધ્યાયથી જાગે છે. મન કા રહિત થઈ અખૂટ વિશ્વાસમાં રમવા માંડે છે. | મન જે પ્રમાદી થઈ ગયું હોય તે ધર્મકથાનુગ વિચારોગ્ય છે. અહી પ્રમાદને બે દષ્ટિએ સમજાવે છે. બંધુઓ ! વ્યવહારમાં તે જેને કંઈ કરવું ગમે નહીં અને આળસુ થઈને પડ્યો રહે તેને પ્રમાદી કહીએ. આવા પ્રમાદીને સંસાર વ્યવહારનાં કાર્યો તે ન જ ગમે પણ ધર્મ-ક્રિયા-વ્રત-અનુષ્ઠાન કરવાં પણ ન ગમે. શારીરિક, માનસિક શક્તિ