SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ હું આત્મા છું નથી. એજ સમયે ચૂપ થઈ જાઓ, એ સમયે તમે તમારી જાતને સંયમિત કરી દેજે. એ તરફથી દષ્ટિને અને વૃત્તિને ફેરવી નાખો. તે એ નિમિત્ત કંઈ નહીં કરી શકે. પણ આ પ્રયોગ સમય પણ માગે છે, શક્તિ પણ માગે છે, જાગૃતિ પણ માગે છે, સંયમ અને સાવધાની પણ માગે છે. આ બધી એની શરતે હેય છે. આ બધું થયા પછી જ આપણે નિમિત્તાધીનતાથી છૂટી શકીએ છીએ. તે પ્યારા બંધુઓ ! શ્રીમદ્જીએ અહીંઆ એ જ બતાવ્યું કે આ બધે પુરુષાર્થ આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે જરૂરી છે. પરંતુ પહેલાં તે ત્યાગ –વૈરાગ્યમય દશા ચિત્તમાં પ્રગટ કરે, અને એ પ્રગટયા પછી આગળ પુરુષાર્થ વધુ વેગથી ઉપાડવાનું છે. અહીં અટકી જવાનું નથી. પણ આ બેભાન જીવને સ્વનું ભાન કરાવવાનું છે. તે માટે પ્રચંડ પુરુષાર્થ જોઈશે. કે, કેટલા અને ક્યાં સુધી ? શ્રમણ ભગવંત મહાવીરને જમ્યા ત્યારથી જ અરે ! જન્મ પહેલાં જ એમને ખબર હતી કે તેઓ તદ્ભવ મોક્ષગામી છે. સર્વ કમીને ક્ષય આ ભવમાં જ થવાનું છે. અને એમણે 12 વર્ષ અને 13 પક્ષ સુધી સતત નિરંતર પુરુષાર્થ કર્યો. એક ક્ષણ પણ પુરુષાર્થ છોડ્યો નથી. આટલા દીઘ સમયમાં માત્ર બે ઘડીની જ ઊંઘ પ્રભુએ લીધી. હું તમને પૂછું છું કે પ્રભુ સાડા બાર વર્ષ સુધી સૂતા રહ્યા હતા તે કેવળજ્ઞાન ન થઈ જાત? કેમ ? થવાનું જ હતું. નિશ્ચિત થઈ ચૂક્યું હતું. તે થઈ જવું જ જોઈએ. પણ ના, જેમ સર્વજ્ઞતા નિશ્ચિત હતી, તેમ તેઓની પુરુષાર્થ દશા પણ નિશ્ચિત હતી. કે આટલો પુરુષાર્થ થશે ત્યારે જ સર્વ કર્મને ક્ષય થશે. અને તેથી જ તેઓ ઉધ્યા નહીં. બંધુઓ ! આપણે કેટલું ઊંઘીએ છીએ ? નિરંતર ઊંઘમાં જ પડયા છીએ. ! જાગતા હોઈએ ત્યારે પણ ઊંઘમાં પડ્યા હોઇએ તેવા જ છીએ, આત્મ-જાગૃતિ નથી. આપણું ચેતના બિલકુલ સુષુપ્ત છે. તે પ્રભુને સાડાબાર વર્ષ સુધી
SR No.032737
Book TitleHu Aatma Chu Part 01
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy