________________ અટકે ત્યાગ વિરાગમાં 79 બંધુઓ ! ચિત્ત દશા ત્યાગ-વૈરાગ્યમય થાય તેને જ આત્મજ્ઞાન થાય. આત્મજ્ઞાન માટેની પ્રથમ શરત જ એ છે કે વૃતિઓને ત્યાગ થાય. સ્વાર્થ ત્યાગ થાય, પાપનો ત્યાગ થાય, ત્યારે જ આત્મજ્ઞાન પ્રગટે છે. અને જીવને એ અનુભવ થાય કે હું આત્મા છું મને જાણું છું, હું મને ઓળખું છું. તમે પણ આ સાંભળ્યા પછી પોપટની જેમ બોલી જશે કે “હું આત્મા છું પણ બોલવા માત્રથી તે જ્ઞાન નથી કહેવાતું. તેને અંતર અનુભવ થ જોઈએ. અને તે ત્યાગ-વૈરાગ્યની અપેક્ષા રાખે છે. કેટલાક લોકે એમ કહેશે કે ત્યાગ-વૈરાગ્ય વિના પણ અમે ઘણાં શાસ્ત્રો ભણી શકીએ છીએ. જ્ઞાનની ઊંડી વાતો કરી શકીએ છીએ. પણ એ તે માત્ર બૌદ્ધિક જ્ઞાન અને વાચા જ્ઞાન થયું. આત્મજ્ઞાન એટલે અનુભવજન્ય જ્ઞાન. એટલે કે પોતે પોતાને અનુભવ કરે તે આત્મજ્ઞાન. જે જીવેને સમ્યગ દર્શન થયું છે તેમની આવી ચિત્તદશાને કારણે જ થયું છે. ભગવાન મહાવીરના જીવને નયસારના ભવે મુનિને આહારદાન કરતાં, માર્ગ બતાવતાં સમ્યકત્વ થયું. તમે કહેશે એ ગૃહસ્થી જીવ હતા, તેમના સંસાર-વ્યવહારમાં ડૂબેલા હતા. એમનામાં કયાં ત્યાગવૈરાગ્ય હતો ? એમને સમ્યગ દર્શન કેમ થયું ? તે તેમને બહારથી પદાર્થોને ત્યાગ હતો કે નહીં પણ તેમની ત્યાગ-વૈરાગ્યમય ચિત્ત-દશા હતી. હૃદય શુદ્ધ હતું, સરળ હતું. અને એવા શુદ્ધ હૃદયમાં જ ધર્મ ટકે છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે: તેથી જ તેમને સમ્યગુ દર્શન થયું. ત્યાગ-વિરાગની મહત્તા બતાવ્યા પછી તેની સીમા ક્યાં સુધીની છે તે બતાવતાં શ્રીમદ્જી બહુ સુંદર રીતે બીજા ચરણમાં કહે છે - અટકે ત્યાગ વિરાગમાં તે ભૂલે નિજ ભાન. શું કરશું. આને અર્થ ? ત્યાગ-વૈરાગ્ય જીવનમાં હોય અને તેને જ સર્વસ્વ માનીને ત્યાં અટકી પડે કે મેં બધું જ કરી લીધું, હવે મારે