SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ 76 હું આત્મા છું આત્માને દૂષિત કરે છે, કલંકિત કરે છે, ધ્યેયથી દૂર ધકેલે છે. તેથી જાગૃત આત્માને તે ભેગ કાંટાની જેમ ખૂંચે છે. યાદ રાખજે આ વાત ! ત્યાગ પ્રત્યે શ્રદ્ધા જાગી છે કે નહીં? પ્રેમ જાગે છે કે નહીં? એ માપવું હોય તે બહાર બીજે ક્યાંય પૂછવાની જરૂર નથી પણ અંતરને જ તપાસી લેજે કે પાંચે ઈદ્રિના વિષયોમાંથી, એકાદ વિષય, એકાદ લેગ મારા આત્મામાં ખૂંચે છે ખરે? વિષયને ભેગવતે હોય, ભેગવવામાં રસ ધરાવતે હોય, પણ એ, ભગવતાં એમ થાય કે -અરે ! જીવ! કયાં સુધી ભોગવ્યા કરીશ? આ ભેગની વૃત્તિ મારી કયારે શાંત થશે? હું વૃત્તિને શાંત કરવા પુરુષાર્થ કરું ! બંધુઓ ! આના માટે પુરુષાર્થ કરે પડે છે. આ વૃત્તિઓ સહજ દૂર થતી નથી. ક્યારેક કેઈ વ્યક્તિમાં આપણને અનાસક્ત ભાવ સહજ રૂપે જોવા મળે છે. પણ તે પૂર્વે કરેલા પુરૂષાર્થનું જ પરિણામ છે. ક્યારેક તે જીવે અનાસક્ત ભાવ કેળવવા પુરુષાર્થ કર્યો હશે અને તે જ એ અત્યારે દેખાય. એક સ્વાદવૃત્તિની જ વાત કરીએ. આપણે જમવા બેસીએ ને પદાર્થ સામાં આવે કે તરત આપણને રુચિ-અરુચિ ના ભાવ જાગે. આ ભાવે છે અને આ નથી ભાવતું, આવું થયા જ કરે છે. જ્યારે કેટલાક માણસો આ કાળમાં પણ એવા જોવા મળે છે કે જે ધર્મના નામે કશું યે ન જાણતા હોય. અરે ! વર્તમાનમાં ધર્મક્ષેત્ર સાથે કંઈ જ સંબંધ પણ ન ધરાવતા હોય, પણ રસવૃત્તિ પર ખૂબ જ કાબૂ હોય, તેઓને ગમે તેવું ખાવા આપે, વગર બોલ્ય, મનમાં પણ કઈ પ્રકારની ખુશી-દિલગીરી વગર ખાઈ લે, અરે ! ઘરની સ્ત્રીઓને પણ ખબર ન પડે, પુરુષો જમીને જાય અને પછી સ્ત્રીઓ જમવા બેસે ત્યારે ખ્યાલ આવે કે આજે રસોઈ બરાબર નથી. અહી દેખાતી આ સ્વાદયની સહજ વત્તિ માટે એ જીવે પૂર્વે કઈક પુરુષાર્થ કર્યો છે, રસાસ્વાદ જીતવા પ્રયાસ થયો છે. તેથી જ સહજ રૂપે સ્વાદ પ્રત્યે ઉદાસીનતા દેખાય છે. આવી સહજતા બીજી વૃત્તિઓમાં પણ જોઈ શકાય છે.
SR No.032737
Book TitleHu Aatma Chu Part 01
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy