SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ 70 હું આત્મા છું છે. માત્ર એકેન્દ્રિય જીવો જ નહીં પણ સર્વ સંસારી જીવે મળેલી સર્વ ઈદ્રિના ભાગમાં જ આક્ત હોય છે. વળી આ ભેગની ભાવનાઓ આત્મામાં સતત વર્યા જ કરતી હોય છે અને એટલે જ જીવને ભેગનો પરિચય વધારે છે. વિચારધારામાં પણ ભેગના ભાવે જ વહેતા હોય છે, એટલું જ નહીં પણ જીવની કમનસીબી તે ત્યાં છે કે ત્યાગના ભાવ તે કઈ એકાદ શુભ ક્ષણે જીવને જાગે છે. પરંતુ એ લાંબો સમય ટકતા નથી. એ ભાવને ટકાવી રાખવા માટે પુરુષાર્થ કરે પડે છે, જયારે ભેગોના ભાવે ચિત્ત-મનમાંથી ખસતા નથી. આ બન્ને પ્રકારની જે ભાવધારા છે તેને ઉલટાવી નાખીએ. ભેગના ભાવે અંતરમાં જાગે કે તરત તેને દૂર કરી શકીએ અને ત્યાગના ભાવેને અંતરમાં સતત ટકાવી રાખી શકીએ ત્યારે જ ભેગની ભાવના ભૂંસાતી જશે અને ત્યાગની ભાવના બળવત્તર બનતી જશે. - ચારે બાજુ પથરાયેલું ભેગનું પિષક વાતાવરણ, ભેગ-ભાવનું પિષણ કરાવે તે સ્વાભાવિક છે. જીવને એ જ વાતાવરણ પ્રિય લાગ્યું છે અને તેવા સોગોને જ એ શેધત ફરે છે. પણ હવે જીવે ત્યાગને ટકાવી રાખે તેવું વાતાવરણ ઊભું કરવું પડશે. અને તે છે સત્સંગ. સત્સંગને શોધી સપુરુષને ઉપદેશ સાંભળો, એ ન મળે તે સલ્લાસનું વાંચન એને એ પણ યુગ ન હોય તે વિચારણા અને તેના ફળ સ્વરૂપ સદાચરણ. જે આટલું થશે તે ત્યાગભાવ દઢતાને પામશે. જેમનું આત્મવીર્ય ઉલ્લસિત થયું છે, તેમને જ ત્યાગના ભાવ જાગે છે અને તેને જ તે ભાવ ટકી રહી શકે છે. આમ ત્યાગ-વૈરાગ્યરૂપ સાધનેની દઢતા જીવને આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવે જ, તેમાં કેઈ શક નથી. આત્મજ્ઞાન પ્રાપ્ત કરેલા જીવની સુખ સંબંધી માન્યતા તદ્દન બદલાઈ જાય છે. જડમાં સુખની કલ્પના ન રહેતાં પોતામાં જ પિતાનું સુખ છે એવી સુદઢ શ્રદ્ધા તેના રમે રેમમાં વસી જાય. તેથી બાહ્ય સુખને તે સુખરૂપ માને નહીં પણ આંતરસુખને લૂંટી લેનાર શત્રુ રૂપ માને. એટલે જ શ્રીમદ્જીએ કહેલી વાત આપણે ગઈ કાલે કરી કે : સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષ લહર,
SR No.032737
Book TitleHu Aatma Chu Part 01
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy