________________ હું આત્મા છું 34 બીજા પ્રકારના જીવે છે શુષ્કજ્ઞાની. તે જીની આંતર-બાહ્ય દશાનું વર્ણન કરતાં શ્રીમદ્જી કહે છે : બંધ મેક્ષ છે ક૫ના, ભાખે વાણી માંહિ. - વતે મહાવેશમાં, શુષ્ક જ્ઞાની તે આહિ... શુષ્કજ્ઞાનની વાતમાં રચ્યાપચ્યા છે આત્મા તથા આત્માની આસપાસના બધાજ સિદ્ધાંતોની વાતે તે જોરશોરથી કરતા હોય, આત્માને માત્ર તેઓએ જ જાણે છે એવો દાવો પણ કરતા હોય. જીવાદિ નવ તત્વે અને ષડૂ દ્રવ્યોની પરિભાષા બહુ જ ભારપૂર્વક બતાવતા હોય પણ તેઓની ભ્રમણા ભાંગી ન હોય. વાસ્તવિકતાથી ઘણું જ દૂર હોય. જીવ અને જીવના સ્વરૂપની યથાર્થતા વિષે ગહન અંધકારમાં હોય. તેઓ એમ કહેતા હોય કે આત્મા તે સ્વતંત્ર છે. ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે. તે બંધાતે પણ નથી અને મુક્ત પણ થતા નથી. આ તે માત્ર આપણે કરેલી બધી કલ્પનાઓ છે. આત્મા તે સિદ્ધ સ્વરૂપી છે. જે સિદ્ધને આત્મા છે તેવો જ મારે આત્મા છે. અને એમ માનીને હું સિદ્ધ જ છું એમ લેક સંગમાં વર્યા કરે છે, પરંતુ આત્મદશાને એક અંશ પણ દેખાતું નથી. આ બધી જ માન્યતા પરમ શુદ્ધ નિશ્ચય દૃષ્ટિથી યથાર્થ હોવા છતાં પણ શરીરધારી આત્માને વ્યવહાર નયની દષ્ટિથી વિચાર એગ્ય છે. જ્યાં સુધી જીવ સર્વ કર્મથી મુક્ત નથી થયે, કર્મ સહિત છે ત્યાં સુધી તેને ગતિ–આગતિ છે, જન્મ-મરણ કરવાં પડે છે. સંસારનાં અનેક પ્રકારનાં બંધનથી એ બંધાયેલ છે. શરીરધારી આત્મા મુક્તિ પામવાની યોગ્યતાવાળે ભલે હોય, પણ અત્યારે તે મુક્ત નથી. જો એમ ન હોત તે ભારતનાં કોઈપણ દર્શન આત્માની મુક્તિ માટે આટલાં શાસ્ત્રની રચના ન કરત. પણ જેન કે અજેન સર્વ ધર્મો આત્માની મુક્તિ માને છે. ભલે માર્ગ ભિન્ન ભિન્ન હોય પણ આત્મ–મુક્તિના પુરુષાર્થને પ્રાધાન્ય તેઓએ આપ્યું છે. અને તેથી જ બંધ અને મોક્ષ માત્ર કલ્પના છે એમ કહેવું તે યેગ્ય નથી.