________________ સ્વાધ્યાય પુષ્પસૌરભ પુસ્તક જ્ઞાન લખાવીયાં, જિનડર જિન ચેન્ય; સંઘ ચતુર્વિધ સાચવ્યા, એ સાતે ખેત્ર. ધન. 3 પડિકમણાં સુપરે કર્યા, અનુકંપા દાન; સાધુ સૂરિ ઉવઝાયને, દીધાં બહુ માન. ધન૪ ધર્મ કાજ અનુમોદીએ, એમ વારંવાર; શિવગતિ આરાધન તણે, એ સાતમે અધિકાર. ધન, 5 ભાવ ભલે મન આણીએ, ચિત્ત આણી ઠામ, સમતા ભાવે ભાવિએ, એ આતમરામ. ધન. 6 સુખ દુઃખ કારણ જીવને, કઈ અવર ન હોય; કર્મ આપ જે આચર્યા, જોગવીએ સોય. ધન૭ સમતા વિણ જે અનુસરે, પ્રાણી પુન્ય કામ; છાર ઉપર તે લીંપણું, ઝાંખર ચિત્રામ. ભાવ ભલી પરે ભાવીએ, એ ધર્મને સાર; શિવગતિ આરાધન તણે, એ આઠમે અધિકાર. ધન 9 ધન૦ 8 ઢાળ સાતમી (રેવતગિરિ હુઆ, પ્રભુનાં ત્રણ કલ્યાણક-એ દેશી) હવે અવસર જાણ કરી સંલેખન સાર, અણસણ આદરીયે, પચ્ચખી ચારે આહાર; લલુતા સવિ મૂકી, છાંડી મમતા અંગ, એ આતમ ખેલે, સમતા જ્ઞાન તરંગ. અતિ ચારે કીધાં, આહાર અનંત નિશંક, પણ તૃપ્તિ ન પામે, જીવ લાલચીયે રંક;