________________ સંવત બે હજાર ત્રણની સાલે, માગશર ચોથને બુધવારે; થયા હેમેન્દ્રીજી સુનામ ધારી-કરું, વિનય વૈયાવચ્ચ જ્ઞાનાભ્યાસી, બન્યા નિત્ય હૈયામાં મુક્તિના પ્યાસી, તપ ત્યાગ સ્વાધ્યાયમાં અનુરાગી..કરું, ગુરુ જ્ઞાનથી પ્રૌઢ પ્રભાવશાળી, અગણિત ગુણોથી કિર્તિ પ્રસારી; મુખ શાંત પ્રસન્ન નમ્રતાધારી...કરું, ધન્ય છે તમારા માતા પિતાને, ધન્ય છે તમારી જન્મભૂમિને; કુળને દીપાવી શાસન ભાવી....કરું, આત્મ હમ કિતિને ફેલાવી, આત્મા મેક્ષ હર્ષને રેલાવી; ચંદ્ર વીર મીન રત્નને લાવી...કરું, રત્નત્રયી ગુરુ આરાધતા, પાર્શ્વના ધ્યાનમાં લીન રહેનારા; આત્માના આનંદથી વંદના સ્વીકારે, . નમો શ્રી ગુરુ બાલ્યથી બ્રહાચારી....કરું, ચરણોપાસિકા આત્માનંદશ્રીજી