________________ ન હોય? બાલ્યવયથી જ ગંભીર, સમજદાર, શાનદાર, શૂરવીર, નિડર, નિર્દોષ, સરળ સ્વભાવી, એને જોતા હૃદયકમળ પુલક્તિ થઈ જાય. બાલિકાએ ધીમે ધીમે બાલ્યાવસ્થામાં પ્રવેશ કર્યો. શુભ દિને સ્કુલમાં દાખલ કરી, બુદ્ધિશાળી કુંવરી વ્યવહારિક અભ્યાસમાં કુશળ થઈ ગઈ. બાલ્યવયમાં ઉપધાનતપની આરાધના કરી, માળા પરિધાન કરી ધાર્મિક અભ્યાસ કરવા લાગી. પુન્યના બળે ભવસમુદ્ર તારણહારા ગુરૂદેવશ્રીને અનુપમ પરિચય થયે. સંયમના પુનિત પશે..! ગુરુદેવને પરિચય થતાં સંસારની અસારતા જાણતાં સંસારને ઠુકરાવવાની તમન્ના જાગી. માતપિનાની સમક્ષ ભાવના પ્રગટ કરી. માતપિતાએ મહાધિન થઈ સંયમમાગે જવાની અનુમતિ ના દર્શાવી, પણ મુમુક્ષીની પ્રબળતા જોઈને સ્વજન કુટુંબીએ પુનિત પંથે જવાની આજ્ઞા આપી. 16 વર્ષની કુમળી વયે મા. વ. ૪ના દિને સંયમ અંગીકૃત કર્યું. સ્વ. પૂ. પુપાશ્રીજી મ.ના સુશિષ્યા પૂ. પ્રભંજનાશ્રી મ.ના શિષ્યા બા. બ્ર. હેમેન્દ્રશ્રીજી તરીકે પ્રસિદ્ધ થયા વડીલેની શિતળ છત્રછાયામાં રહી, શાસ્ત્ર, ન્યાય, વ્યાકરણ સિદ્ધાંતને સંપૂર્ણ જ્ઞાનાભ્યાસ કર્યો. શાસનની ઉન્નતિ કરવા લાગ્યા. શ્રામાનુબ્રામ વિચરતા અનેક જીને પ્રતિબંધ કરતા ભવ્ય જીવને ઉદ્ધારતા શિષ્યપ્રશિષ્યાઓ થઈ. ઠેર ઠેર મંડળની સ્થાપના કરી. જેમ ગગન સૂર્યથી દેદીપ્યમાન લાગે છે, તેમ ગુરુદેવશ્રી શિષ્યવૃદેથી શોભી રહ્યા છે અને અવની ઉપર કતિને સિતારો ચમકાવી રહ્યા છે ચરણરેણ, હર્ષયશાશ્રીજી