________________ દેવાંગના આવી. આ પુત્રીને જોઈ હરેક પળે માતા વિચારોના ચકડોળે ચઢી જતી હરેકના હૃદયમાં અનેક તરંગે ઉછળતા. આવું અલૌકીક સૌંદર્યને જોઈ દરેક માનવગણ ઘેલા ઘેલા બની જતા. આ બાળકી ફક્ત માતાને નહિં પણ હરેકને પ્રિય બની ગઈ. વિરચંદભાઈ પણ પિતાના જીવનને અહોભાગ્ય માનવા લાગ્યા. મારા ઘરમાં આવું દિવ્ય ઉત્તમ પુત્રીરત્ન સાંપડયું છે. બાળકી દિનપ્રતિદિન બીજના ચંદ્રની પેઠે વધવા લાગી.લાડલી બાલ્યવયથી કેવી હતી..? લાડલીની ચાલ પણ મદભરી, જાણે ચમકતી ચાંદની, ગજગતિ ચાલે ચાલતી, જાણે પગમાં ઘુઘરાના ઘમકારા વાગે, નૂપુરના રણકાર વાગે, બેલવામાં તે જાણે સુવર્ણની ઘુઘરી રણકી, મીઠી મધુરી વાણી, મુખમાંથી અમી ઝરે, હૈયાને સ્પર્શી જાય, હસવામાં જાણે મિત, નયનમાં અનિમિષ અમીની ધારા વહે, હાથ લાલ ગુલાબી જાણે ઝીણે ઝીણી સાંકળીઓની હારમાળા, સેનાના ઝાંઝરથી રણઝણતી, કરમાં શેભતી સેનાની સાંકળી ઘમઘમતી, હરેક પળમાં જાણે હૃદયંગમ ઘુઘરીઓને ઝણકારકશની શ્રેણી પણ લાંબી-કાળા ભ્રમર જેવા વાંકડીયા ઘુઘરીયા સમ કેશના ઝુલ્ફા હરફરે.. પુત્રીનું શુભ નામ! હવે આ પુત્રીનું નામ શુભ મુહુર્ત શારદા એવું પાડવામાં આવ્યું. અા શારદા એટલે સાક્ષાત્ સરસ્વતી! જેનું રૂપ, લાવણ્ય, સરસ્વતી જેવું જ, એના જેવું ભાગ્યશાળી કેશુ હોઈ શકે? શારદાને ધર્મના સુસંસ્કાર કેવા? બાલ્યવયથી જ સંસ્કારી, ધમઝ, વિનયી, શ્રદ્ધાવાન, સંતને દેખી શિર ઝૂકી જાય, ચરણોમાં ઢળી પડે, ભગવંતને જઈ રોમરાજી ખડી થઈ જતી. આવી શારદા કેને વહાલી