________________ પ્રસ્તાવના “સૌરાષ્ટ્રના ઇતિહાસને પણ ઈતિહાસ છે. કોલેજના દિવસોમાં મારા સગત મુરબ્બી ભાઈ શ્રી, શંકર પ્રસાદ હરપ્રસાદ દેશાઇની પ્રેરણાથી પ્રભાસ ઇતિહાસ સંશાધન મંડળની સ્થાપના . સ. ૧૯૨૭માં કરવામાં આવી. શાસ્ત્રી હરિશંકર પ્રભાશંકર ત્રિવેદી તથા મેં સંશોધન કરવા પાછળ અમારાં વેકેશન અને કુરસદના સમયને વ્યય કર્યો અને જેમ જેમ આ પવિત્ર વ્યવસાયમાં અમે પ્રગતિ કરતા ગયા તેમ તેમ અનેક રસિક અને નવીન વસ્તુઓ પ્રાપ્ત થતી ગઈ અને તે સાથે એ પણ પ્રતીતિ થઈ કે સૌરાષ્ટ્રના ઇતિહાસના એક લઘુ પરંતુ પ્રમાણભૂત ગ્રંથની આવશ્યકતા છે. પ્રભાસના વાજા રાજાઓ” એ નામની મારી લેખમાળા “ગુજરાતીમાં ઈ. સ. ૧૯૩૩માં પ્રસિદ્ધ થઈ અને અંધારામાં પડેલા આ રાજકુળને ઇતિહાસ પ્રકાશમાં આવ્યું. “ટાઈમ્સ ઓફ ઈન્ડિયા” અને અન્ય પત્રોએ તેને માટે પ્રશંસાયુક્ત નિવેદને લખ્યાં અને તેનાથી પ્રેરાઈને સૌરાષ્ટ્રને એક સંક્ષિપ્ત પરંતુ સળંગ ઈતિહાસ લખવા માટે નિશ્ચય કર્યો. પરંતુ તે કાળમાં મારે રાજની સેવા સ્વીકારવી પડી અને સમયનો અભાવ, સાધન પ્રાપ્તિની ઉપાધિ તથા કેટલાંક આવરણને ઉપાધિ તથા કેટલાંક આવરણને કારણે પ્રાથમિક વિધિ સમાપ્ત થતાં જ તે વિચારને અંત આવ્યો; પણ જૂનાગઢ રાજ્યની મહેસૂલ ખાતાની સેવામાં મેરઠનાં ગામે ગામ અને સ્થળે થળ ફેરણી કરવાને સુયોગ પ્રાપ્ત થયું અને નિર્જન વને, ઉજ્જડ ગામડાંઓ, ગિરિકંદરાઓ અને સાગરકાંઠાના પ્રદેશોમાં ઘેડેસ્વાર થઈ ઘૂમવાનો અવસર સાંપડે. સૌરાષ્ટ્રની રજપૂત, કાઠી મેર, આહિર, રબારી, ખાંટ આદિ ખમીરવંતી જ્ઞાતિઓને ઘનિષ્ઠ પરિચય થયે; સૌરાષ્ટ્રના ઇતિહાસને સૈકાઓથી કંઠસ્થ રાખી મુતિસમૃતિના ન્યાયે સજીવન રાખતી ચારણ અને ભાટ કેમના અનેક કવિઓ, વાર્તાકથની મિત્રી થઈ. રાતિસેના અને કુળના બારોટને સંપર્ક સાધવા તક મળી અને “સૌરાષ્ટ્રને ઈતિહાસ લખવા માટે તૈયાર કરેલી નોંધ ઉપરથી ધૂળ દૂકીને તે જ ફરીથી હાથમાં લેવા માટે સુષુપ્ત થઈ ગયેલા વિચારને પુનઃ ગતિ પ્રાપ્ત થઈ. એ સમયમાં “પ્રભાસ-ઇતિહાસ ધન સભા” વતી જૂનાગઢ રાજ્યના તત્કાલીન વિવાધિકારી શ્રી. બદલઝમાન કાઝને સરઠની શાળાઓમાં સૌરાષ્ટ્રના ઇતિહાસને સ્થાન આપવા મેં વિનંતી કરી, ત્યારે તેમણે પાઠયપુસ્તક માટે સૂચન માગ્યું. મારી પાસે તેવું સૂચન હતું નહિ, તેથી મેં તેમને તેવું પુસ્તક લખી આપવા વચન આપ્યું અને એક શાળાપાગી અને માધ્યમિક શાળાના અભ્યાસક્રમમાં પાઠયપુસ્તક તરીકે સ્થાન પામે તે દષ્ટિએ સૌરાષ્ટ્રના ઈતિહાસનું આલેખન થયું. પરંતુ તે સંપૂર્ણ થાય તે પહેલાં જ તે અધિકારીએ સેવાત્યાગ કર્યો અને સૌરાષ્ટ્રના ઇતિહાસને અભ્યાસક્રમમાં દાખલ કરવાને પ્રશ્ન પણ ખરંભે પડે. થોડાં વરસ પછી, એટલે ઈ. સ. 1948 લગભગ, વાત-યપ્રાપ્તિને આનંદ અનુભવતા માનસે મુક્ત વાતાવરણુમાં ભૂતકાળના ગૌરવને સજીવન કરતે ઇતિહાસ આલેખવા ઇચછા કરી,