________________ () પ્રકાશન કરે છે. શ્રી. શંભુપ્રસાદે આ સંસ્થા દ્વારા આ પ્રકાશન થાય તેમાં સંમતિ આપી છે; તેથી આ મંડળની પ્રવૃત્તિને અનુરૂપ એક કાર્યો થઈ શકે છે તેને યશ એમને જાય છે. , આ પુરતકના પ્રકાશન માટે સૌરાષ્ટ્ર સરકારના ગ્રંથોત્તેજક ફંડ તરફથી રૂા. ૧૦૦૦/-ની' સહાય મળી છે, તેમજ રાજ્યના કેળવણી ખાતાએ આ પુસ્તકની બસો પ્રત ઉત્તેજનાથે ખરીદી છે, તેને માટે આ સંસ્થા સરકારની અણુ છે. મંગળવાર, તા. 26 મી ફેબ્રુઆરી, ઇ. સ. 1957 સાં. 2013, મહા વદ 12 શ્રી. કલાપી જન્મજયન્તી (1874) અમૃતલાલ લક્ષ્મીશંકરસ્વાદિયા હરસુખલાલ સાકળચંદ સંઘવી પ્રાણલાલ મોહનલાલ જોષી મંત્રીઓ, સૌરાષ્ટ્ર સંશાધન મંડળ રાજકોટ.