________________ સૌરાષ્ટ્રને ઈતિહાસ લક્ષદ્રમાં તેણે બૌદ્ધ વિહાર માટે જમીન આપી હતી. તેના પુત્ર વરાહદાસ બીજાએ દ્વારકા જીત્યું હતું. ઘરસેન 2 જો: (ઈ. સ. પ૬ થી ઈ. સ. 59). છે. ગુહસેનના પુત્ર ધરસેન ઈ. સ. પ૬૯ લગભગ ગાદીએ આવ્યા. પિતાના પરાજય અને મૃત્યુથી સામત બળવાન થયા હતા અને વલ્લભીની પ્રતિષ્ઠા ઉપર પ્રહાર થઇ હતી. શત્રુઓ તેના શિકાર નોશેઝાદને લઈ ચાલ્યા ગયા પણ વલભીપુરનું અભિમાન ઉતારતા ગયા; પરંતુ એમ જણાય છે કે ઈરાની એ ગમે તે કારણે તેનો ખજાને અહીં મૂક્તા ગયા હતા. કાંતો નૌશેઝાદને, ગુહસેનના મૃત્યુ તથા વલ્લભીને પરાજય થયો હોવા છતાં મેળવી ન શક્યા તેથી તેને પ્રાપ્ત કરવા ધન આપ્યું હોય અથવા સામાન્તોએ તેને પાછળથી હેરાન કરી લૂંટી લીધું હોય; પણ ધરસેનના હાથમાં શત્રુઓને ખજાને પડેલે; અને તેને ઉપગ તેણે કુશળતાથી કરેલ. વલભી રાજાઓની પ્રણાલિકા પ્રમાણે તેણે બ્રાહ્મણોને દાન આપેલાં અને વડનગરથી વિદ્વાન બ્રાહ્મણોને લઈ આવી અહીં આજીવિકાનાં સાધને આપી સ્થિર કરેલા. તે પરમ માહેશ્વર હતું છતાં તેણે બૌદ્ધ લોકોને પણ આચાર્ય મહંત સ્થિરમતિએ બંધાવેલા શ્રી પૃપાદના મઠને દાનમાં ગામ આપેલાં તથા સુરાષ્ટ્ર પ્રાંતમાં સુદત્ત ભટ્ટાનક પાસે આવેલા ઉટ્ટપાલક ગામનું દાન બૌદ્ધપૂજા તથા ભિક્ષુઓની સહાયાર્થે આપેલું. - ધરસેન વિદ્વાન હતું. વિદ્વાનોની સભાઓમાં તે શિરેમણિ જેવો હતો અને ધનવાન હતે. * તેના રાજ્યની બીજી રાજ્યકારી વિગતે ઉપલબ્ધ નથી. , શીલાદિત્ય પહેલે : (ઈ. સ. 59 થી ઈ. સ. 614.) ધરસેનના મૃત્યુ પછી ઈ. સ. 59 માં શીલાદિત્ય ગાદીપતિ થયું. તેણે ધર્માદિત્યનું નામ પણ ધારણ કર્યું. ધરસેન 3 જો કે જે તેના પછી કંઈક વર્ષે થયે તેનાં દાનપત્રોમાં તેને જ્ઞાની, શ્રીમંત, દાનેશ્વરી, ગંભીર અને વીર તરીકે વર્ણવ્યું છે. ધરસેને પણ બ્રાહ્મણને દાન આપેલાં અને બૌદ્ધ લોકોને પણ દાન આપ્યાં હતાં. પરંતુ સં. 290 (ઈ. સ. ૬૦૬)ના એક તામ્રપત્રથી જણાય છે કે શીલાદિત્યે પોતે 1. સં. ર૫ર (ઇ. સ. ૫૭૧નું તામ્રપત્ર) 1. 2. અન્ય તામ્રપત્ર. : 3. તામ્રપત્રો : -