________________ 350 સૌરાષ્ટ્રને ઇતિહાસ મોકલ્યા. તે વખતે મહાબતખાનજીએ ભીમ નેજા આદિ દરબારીઓને જેતપુર મોકલી માફી માગી અમરજીને પાછા બોલાવ્યા. માંગળ ઉપર અમરજીની ચડાઈ : અમરજીએ અન્ય આમંત્રણે નકારી જૂનાગઢ આવી માંગળ ઉપર આક્રમણ કર્યું. શેખ મીંયાએ લડાઈમાં નહિ ફવાય તેમ ધારી નમવાનું યંગ્ય ધાર્યું. વાઘેરે : ઓખામંડળના વાઘેરોએ ફરી બંડ જગાડ્યું, ત્યાંના થાણાએ ઉઠાડી મૂકયાં અને હાલારના કેટલાયે પ્રદેશ ઉજજડ કર્યા લૂંટની તે સીમા રહી નહિ. મેરુ ખવાસની હિમ્મત તેના સામે એકલા હાથે થવાની ચાલી નહીં. તેથી તેણે દીવાન અમરજીની સહાય માંગી. અને અમરજીએ ઈ. સ. ૧૭૭૪માં પશિત્રા ઉપર ચડાઈ કરી પશિત્રા લીધું અને ચાંચિયાગીરીમાં વાઘેરેએ એકઠો કરેલે ખજાને તેના હાથમાં પડયે. પણ તે દરમ્યાન મહાબતખાન ગુજરી ગયાના ખબર આવતાં અમરજી દમદમ કૂચ કરી ઈ. સ. ૧૭૭પમાં જૂનાગઢ પહોંચી ગયા. નવાબ હામીદખાન : દીવાન અમરજીએ જૂનાગઢ આવી શાહજાદા હામીદખાનને ગાદીએ બેસાડયે અને તરત જ જમાબંધીની વસૂલાત કરવા પ્રયાણ કર્યું. વંથલીનું પતન : વંથલી જુનાગઢનું હતું, છતાં બાંટવાના બાબી આદીલખાન તથા મુખતારખાને વંથલીને કબજે કરી લીધે તથા ગાયકવાડની ખંડણી ઉઘરાવતા આબુરાવ મહીપતરાવ નામના સેનાપતિની સહાય મેળવી દીવાન અમરજી આવે ત્યારે તેને સામને કરવા તૈયારી કરી. મરાઠી સેનાને દીવાનજી સામે થવાનું યોગ્ય લાગ્યું નહીં. આબુરાવે તેમને પિશાક મોકલાવી સંધિ કરી અને દીવાનજીએ તે કબૂલ રાખતાં આબુરાવ ત્યાંથી વિદાય થયે. દીવાનજીએ વંથલી સર કર્યું અને મુખતારખાને માફી માગતાં તેને બાંટવા જવા દીધો. જેતપુરનું યુદ્ધ : વંથલીનું પતન થયા પછી દીવાન અમરજીએ ઝાલાવાડ ઉપર તરલબી લેવા પ્રયાણ કર્યું અને ત્યાં એક પણ યુદ્ધ વગર રાજાઓએ તેમની રકમ નકકી કરી આપી. આ કાર્યક્રમ ચલતે હતા તે દરમ્યાન પેશ્વાના સરદાર 1. આ કામમાં નવાબનાં મા સુજાનબીબી સામેલ હતાં. તેમણે દીવાન અમરજી વિરુદ્ધ આ કાવતરું કર્યું હતું. 2. વંથલીને કબજે વંથલીના આદીલખાને કર્યો ત્યારે અમરજીનાં સૈન્ય ઝાલાવાડમાં હતાં. ત્યાંથી પોતે જૂજ માણસ સાથે આવેલા. 3. પેશકશીની રકમ પેશ્વા કે ગાયકવાડે કદી નક્કી કરી ન હતી. પ્રત્યેક વર્ષે મરજી પડે તે રકમ લેતા. દીવાન અમરજીએ જોરતલબીની રકમ નક્કી કરી આપી હતી.