________________ યુએલ સામ્રાજ્ય 3 % જૂનાગઢનું સૈન્ય ટકયું નહિ. નવાબે કુંભાજીને આ યુદ્ધમાં અમરજીને મારી નાખવા સંમતિ આપી, કારણકે તેનાથી દીવાન અમરજીની વધતી જતી શક્તિ તથા પ્રતિષ્ઠા સહન થતી નહીં; પણ સારા નસીબે દીવાનજી આ વખતે જૂનાગઢમાં હતા. તેમણે તરત જ જબરું સૈન્ય સજી માલાસીમડી ઉપર હલ્લે કર્યો, અને શત્રુઓને વેરવિખેર કરી નાખી બામણીજીની પાછળ પડી, છત્રાસાનો કિલ્લો જમીનદોસ્ત કરી તેની પાસેથી ભારે દંડ લીધે. અમરજી કેદ : મહાબતખાન આથી નિરાશ થયા. તેણે કેટલાક ખટપટી કાવતરાખોરેને પોતાના પક્ષમાં લીધા. તેઓની ચડામણીથી અમરજી તથા તેના ભાઈઓને કેદમાં નાખ્યા અને જમાદાર સાલમીનનું ખૂન કરાવ્યું. પાંચ માસ પછી દીવાનજીને ચાલીસ હજાર જામશાહી કરીને દંડ લઈ છોડ; પણ અમરજીને તેથી બેહદ માઠું લાગ્યું અને પોતે સહકુટુંબ જૂનાગઢ છોડી ઇ. સ. ૧૭૭૩માં જેતપુર ચાલ્યા ગયા. મહાબતખાને દંડ વસૂલ ન આવે ત્યાં સુધી તેના પુત્ર રૂગનાથજીને બાન તરીકે રાખ્યા. માંગરોળ: શેખમીયાએ અમરજી કેદમાં છે તે જાણી માથું ઊંચકર્યું. તેણે જૂનાગઢના કેશોદ અને સીલ પરગણામાં લૂંટફાટ શરૂ કરી અને નવાબનાં થાણાં ઉઠાડી મકયાં. મહાબતખાનજી ભીમ ખેજાને લઈને ચડયા પણ માંગરોળ નજીક જવાની તેની હિંમત ચાલી નહિ. ભીમ જે માંગરોળને કિલ્લો દૂરથી જોઈ પાછો આવ્યા. અમરજી પાછા જૂનાગઢમાં : અમરજી જેતપુરમાં આવી ગયા છે તે જાણી સૌરાષ્ટ્રના તેમજ ગુજરાતના રાજાઓએ તેમને પોષાક મોકલી આમંત્રણ આપ્યું કચ્છના રાહ ઉપર તેને ઉપકાર હતું. તેણે તે માણસેને તેને તેડી લાવવા 1. તેમાં ભીમ બેજો, જગજીવન કીકાણી, ગુલાબરાય મહેતા, ખુશાલરાય, મુગટરાય ભગત વગેરે હતા. 2. રૂગનાથજી આ વખતે દસ વર્ષના હતા. ક. કહેવાય છે કે શેખમીયાએ ગઢ ઉપરથી કહેલું તથા ભેજીએ ઉતારી કહેવડાવ્યું કે હું ભાડભૂંજે માંગરોળને ગઢ લઈશ ? અમરજીના સ્થાને જેમ હાથીના સ્થળે દેડકે ઊભે તે તું લાગે છે. માટે તું પાછો જા.” 4. આરબાએ બંડ કરી કરછના મુસદ્દીઓને પકડેલા તેને અમરજીએ મુક્ત કરેલા. આ આમંત્રણોની નામાવલી દીવાન રણછોડજી “તારીખે સોરઠ'માં આપે છે. તેમાં દીવના પોર્ટુગીઝ લ્યુઇ ઝુંઝુ, જાફરાબાદના સીદી યાકુબ, ભરૂચના લલુભાઈ, ખંભાતના મેમાનખાન તથા સુરતના નવાબનાં પણું નામ છે. સૌરાષ્ટ્રના તો કોઈ રાજ બાકી નથી.