________________ 302 સૌરાષ્ટ્રને ઇતિહાસ તે ઉપરાંત પઠાણે, મકરાણીઓ, આરબ, મિંયાણા, જત વગેરે પરદેશથી ધંધાર્થે આવેલા મુસલમાને આ દેશના વતની થઈ રહ્યા. લેખક: સુલતાનોએ પિતાને ઈતિહાસ ફારસી ભાષામાં લખાવેલે. તે તેમજ સમકાલીન લેખકે લખેલા ઈતિહાસના ગ્રંથ ઉપરથી મળેલી ઘણું હકીક્ત ઈતિહાસ લખવામાં ઉપયોગી થઈ છે. તે પૈકીનાં મુખ્ય પુસ્તકે નીચે મુજબ છે: 1. મુઝફફરશાહી : ઈ. સ. 1391 થી ઈ. સ. 1411 સુધીને ઈતિહાસ. 2. અહમદશાહી : ઈ. સ. 1411 થી ઈ. સ. 1441 સુધીને ઈતિહાસ. 3. તબક્કાતે મહમદશાહી : ઈ. સ. 1513 સુધીને મહમદ બેગડાનો ઈતિહાસ, 4. મુઝફફરશાહી (બીજ) : ઈ. સ. 1526 સુધીને ઈતિહાસ. 5. બહાદુરશાહી : ઈ. સ. 1576 સુધીને ઈતિહાસ. 6. તુહફએ સઆદત. 7. કિતાબુલ આસરી મહમુદશાહી : ઈ. સ. 1554 સુધીને ઈતિહાસ. 8. મુઝફફરશાહી (ત્રીજી) : ઈ. સ. 1573 સુધીનો ઈતિહાસ ગુજરાતી સાહિત્યમાં કાવ્યો અને ધર્મગ્રંથ લખાતાં. તેમાંથી નીચેનાં ગણનાપાત્ર ગણું શકાય: ગુજરાતીમાં “વસંતવિલાસ” નામના ગ્રંથની અમદાવાદમાં ઈ. સ. ૧૪૫રમાં આચાર્ય રત્નાકર નામના વિદ્વાને નકલ કરી. આ ગ્રંથ સચિત્ર છે. નરસિંહ મહેતાએ પણ આ યુગમાં જ તેમનાં કાવ્ય અને પદે લખ્યાં. કવિ પદ્મનાભે ઈ. સ. ૧૪૫૫માં " કાન્હડદે પ્રબંધ” નામના કાવ્યગ્રંથ લખે. આ સિવાય અનેક ભક્ત, કવિઓ અને લેખકે એ પિતાની કૃતિઓ રચી તેને જનતામાં પ્રચાર કર્યો. સતો: મુસ્લિમ સંતે અહમદશાહ, શાહઆલમ અને જમિયલશાહ દાતાર સુલતાનના સમયમાં થયા. તેઓના આશ્રયે અને આશીર્વાદે સલ્તનત પાંગરી. સ્થાપત્ય: મુસ્લિમ સંસ્કૃતિના પ્રતીક જેવાં મકાને, મજીદે અને મકબરાઓ આ યુગમાં બાંધવામાં આવ્યાં. અમદાવાદની જામે મજીદ અને અન્ય મકાને, સરખેજને રેજે, વગેરે તેના નમૂના છે. આ સ્થાપત્યમાં હિંદુ અસર ભૂંસી નાખી શુદ્ધ ઈરાની કે અરબ સ્થાપત્યના નિયમને અપનાવવામાં આવ્યા છે. તેમ છતાં દાદા હરિની વાવ જેવા અપવાદો પણ જોવામાં આવે છે. 1. મિયાણા : આ પ્રદેશમાં સિંધ તરફથી બહુ પાછળના સમયમાં આવ્યા હોવાનું જણાય છે. વોટ્સન પ્રમાણે માળિયા-ઠાકોર મેડજીએ તેમને બેલાવેલા. મેડછ ઇ. સ. ૧૭૩૪માં હતા. પણ લેખકને મિંયાણુના એક આગેવાન ગૃહસ્થ તરફથી મળેલી હકીકત મુજબ તેઓ મહમુદ બેગડાના રાજઅમલ દરમિયાન અહીં આવેલા.