________________ ગુજરાતના સુલતાને 301 ખેતી : ખેતી નિરંતરનાં યુદ્ધોથી પાયમાલ થઈ ગઈ હતી છતાં ખેડૂતે તે કર્યો જતા અને તેમના પરિશ્રમથી પ્રજાનું પાલન કરતા. તે સાથે રાજાઓને તથા સુલતાનને બાગબગીચાને શેખ હતું તેથી ફળઝાડને ઉછેર થતા હતા. કેરી, પિપૈયાં, દાડમ વગેરે ફળે થતાં. દાડમ અને લીંબુ સુલતાનોએ પ્રચલિત કર્યા હતાં. નાગરવેલનાં પાન ચારવાડમાં પુષ્કળ થતાં તથા પરદેશમાં પણ તેની નિકાસ કરવામાં આવતી. જંગલ અને જાનવર : સૌરાષ્ટ્રમાં અત્યારે ગીરનું જંગલ છે તે કરતાં ઘણું વિશેષ મોટું જંગલ તે સમયે હતું. દ્વારકા અને ચોટીલા સુધી સિંહની વસ્તી હતી. વાંદરાઓનું પ્રમાણ પણ વિશેષ હતું. દીપડા, ચિત્તા વગેરે અનેક પ્રકારનાં જંગલી પ્રાણીઓ હતાં. હરણ, સાબર, પશુડા, ઘુટડા આદિ જાનવર પણ હતાં ? જાતિઓ : આ સમયમાં કઈ ખાસ જાતિઓ આ દેશમાં રહેવા આવી નથી; પણ મુસલમાનના રાજઅમલમાં અને બળજબરીથી કે રાજીખુશીથી થયેલા ધર્માન્તરને કારણે કેટલાક રજપૂતે મુસ્લિમ બન્યા. હજી પણ મુસ્લિમોમાં ટાંક, પરમાર, ચાવડા, સોલંકી, વાઢેલ, વગેરે શાખાના મુસ્લિમે છે. કેટલાક રજપૂતોએ ઇસ્લામના સંસ્કાર ગ્રહણ કર્યા, છતાં હિન્દુ ધર્મના રિવાજે ચાલુ રાખ્યા. તેઓ મેલેસલામ કહેવાયા. તે ઉપરાંત એમણે, વહેરા, મેમના બેજા, પીરાણું, વાઘેર વગેરે હિન્દુ ધર્મમાંથી ધર્માતરના પરિણામે મુસ્લિમ કેમમાં ભળેલા લેકમાંથી ઇસ્લામ ધર્મ સંપૂર્ણપણે અથવા અંશત: પાળનારાઓની નવી જાતિઓ થઈ 1. સૈન્ય માટે આ જાનવરોને કાયમ શિકાર થયાં કરતો અને તેમના ખોરાક માટે હજારો પ્રાણીઓને મારી નાખવામાં આવ્યાં. છતાં તેમાંથી કેટલીએક જાતે હજી પણ છે. સિંહ તે સમયમાં આખા સૌરાષ્ટ્રમાં હતા તેની ઇતિહાસમાંથી સાબિતી મળે છે. 2. મેમણોમાં બે વિભાગ છે: હલાઈ તથા કચ્છી. તેમાં કચ્છી ધર્મ પરિવર્તન કરેલા લુહાણું હેવાનું માનવામાં આવે છે. ખોજા : તેઓ અંશતઃ મુસ્લિમ છે. હાઝર ઇમામ જાફર આદિકના વંશજ ના. આગાખાનને પોતાના ગુરુ ગણે છે. એમનાઓઃ ધર્મ પરિવર્તનના પરિણામે જે કણબીઓ મુસ્લિમ થયા તેમના વંશજો છે. તેઓ મમીન કહેવાયા. . પીરાણું : મુસ્લિમ સંતોના પ્રભાવે મુસ્લિમ બનેલા હિન્દુઓ બને ધર્મ પાળે છે. ધર્મગુરુઓ સૈયદે તેમજ હિન્દુઓ પણ છે. આ પ્રાંતમાં તે ધર્મના અનુયાયીઓની સંખ્યા બહુ ઓછી છે. વાધેર H હિન્દુ વાઘેરે મુસલમાન થયા તે.