SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતના સુલતાને પાછો લેવા દીવ આવ્યું. અને ત્યાંથી નૂરમહમદ ખલીલ નામના અમીરને નુને પાસે એકલી, તેને ગમે તેમ સમજાવી, સુલતાન પાસે આવે તેમ કરવા કહ્યું, પણ નૂરમહમદને પોર્ટુગીઝોએ ખૂબ ખવરાવી, દારૂ પાયે. આથી તેણે નશામાં તુનેને પકડી લેવાની યુક્તિ કહી નાખી. તેથી ગુનેએ સવારે પિતે નહિ આવી શકે તે જવાબ આપ્યો. તેથી સુલતાન મુનેના વહાણ પર ગયે. તેમાં સુલતાને હથિયાર ન લેવાની આજ્ઞા કરી અને તે વખતે તેની સાથે અમીર ડસન ફારૂકી સુજાતખાન, લંગરખાન (ખંડના કાદીરશાહને પુત્ર., સિકંદરખાન (સતવાસને ફરજદાર), મેદનીરાયને કુમાર ગણેશરાય હતા. તેઓએ સુલતાનને પૂરા બંદેબસ્ત સાથે જવા કહ્યું, પણ તેને કાળ આવે છે તે માન્ય નહિ. વહાણ ઉપર જતાં તેના મનમાં પણ દ હતું અને ગુનાના મનમાં પણ દગો હતા. વાત જરા અટકી. ત્યાં ફિરંગીઓએ ઈશારત કરી અને સુલતાન ઉપર તેઓ તૂટી પડયા. સુલતાનને એક સિપાહીએ તલવારને જખમ કરીને પાણીમાં ધકેલી દીધે. સુલતાન અને તેના સાથીદારો રમજાનના ત્રીજા રાજાને દિવસે દીવના બારામાં શહીદ થયા. જુદા જુદા ઈતિહાસકારોએ અને ટીકાકારોએ જુદા જુદા અભિપ્રાય આપેલા છે. પણ એટલું નિર્વિવાદ છે કે બહાદુરશાહના ખૂનમાં પોર્ટુગીઝ જ જવાબદાર હતા. બહાદુરશાહના મનમાં કંઈ પણ દગે હતે નહિ તેમ જણાય છે. દગો હોત તે થોડા અમી સાથે વગર હથિયારે તે દુશ્મનના વહાણમાં જાત નહિ; પણ પિગીએ દગો કર્યો અને બેફામ બહાદુરશાહના પ્રાણ લીધા.' આમાં ખરી રીતે તે ખ્વાજા સફર જ ગુન્હેગાર હતે. જન્મથી તે ઈટાલીયન હતું. તેને આ દેશ કે ઈસ્લામ ધર્મ ઉપર પ્રેમ હતું નહિ. બહાદુરશાહને ચડાવીને લઈ જનાર પણ તે જ હતું. અને બહાદુરના કરૂણ મૃત્યુને બીજે જ દિવસે તે પોર્ટુગીઝને દેરી, દીવને શાહી કિલ્લે અને તેને તમામ સરંજામ તેઓને સેંપી આપી, પોતે હાકેમ બન્યું અને ગુનેને સાથે સીવેરા કિલ્લાને રક્ષક થયે. કિલાને તમામ સરંજામ મુનેને હાથ પડતાં તેમાંનું ઘણું ધન તેમજ લેખંડની અને પીત્તળની તપે મળી. આ તેમાં મોટા કદની ત્રાંબાની તોપો હતી. તેને એણે નવાઈ જેવી વસ્તુ ગણું પોર્ટુગાલ મેકલી, જે પોર્ટુગાલમાં ગેંગસ નદીના મુખ ઉપર સેંટ જુલીઅનના કિલ્લામાં રાખવામાં આવી અને તેનું નામ “દીવની તપ” પાડવામાં આવ્યું. 1. અબજદ પ્રમાણે “સુલતાન ઉલ બર સુલતાન ઉલબહર"થી તેની મૃત્યુતિથિ નીકળી છે. 2. આ તે૫ 20 પાઉન્ડના ગોળા ફેકી શકે તેવી બેસીલી તેપ હતી.
SR No.032733
Book TitleSaurashtrano Itihas
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad H Desai
PublisherSaurashtra Sanshodhan Mandal
Publication Year1957
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy