SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ 266 સૌરાષ્ટ્રનો દતિહાસ સુલતાને તેને પિતાની હેડીમાં આવવા કહ્યું. ડીસુઝાએ શાહી હોડીમાં જવા વગર વિચાર્યું ભૂસ્કો માર્યો અને હાડી ન પકડી શકનાં તે પાણીમાં પડયે. તેને કાઢવામાં આવ્ય; પણ પાછળ આવતા પોર્ટુગીઝ સૈનિકે એ ધારી લીધું કે ડીસુઝાને ઈરાદાપૂર્વક ધક્કો મારી નાખી દીધે. તેથી હેવા કરતા સુલતાનની હોડીમાં ખુલી તલ્હારે ચડી બેઠા. - કરુણ અંત: ઈ. સ. 1537: તેથી સુલતાને તેના કમાન બરદારને તીર છોડવા હુકમ કર્યો. તેણે ડિસુઝાની છાતીમાં તીર મારી તેને પ્રાણ લીધે. પોર્ટુગીઝ હવે હાથમાં રહે તેમ હતું નહિ. તેઓએ સુલતાનના રસાલા ઉપર ખુલ્લી તલવારોથી હુમલો કર્યો. માત્ર તેર જ મુસ્લિમ હતા, જ્યારે પોર્ટુગીઝ સામટા હતા. મુસ્લિમેએ બહાદુરીથી સામને કર્યો, પણ ડીગ ડી’ મેસ્કવીટાએ સુલતાનની છાતીમાં તલવાર બેસી દીધી. જીવ બચાવવા સુલતાન તરી જવાની આશાએ “સુલતાન છું, બચાવો.” એવી બૂમ મારતાં પાણીમાં પડશે. ત્યાં પેવા (Payva) નામના પોર્ટુગીઝ કેપ્ટને તેને અડી જવા માટે હલેસું લંબાવ્યું. તે દરમ્યાન એક પોર્ટુગીઝ ખલાસીએ આ કમનસીબ સુલતાનના મુખ ઉપર ધારિયું મારી પ્રાણ લીધા. તેનું શબ પણ પાણીમાંથી મળ્યું નહિ. આમ ગુજરાતના કમનસીબ સુલતાન બહાદુરશાહનું ઈ. સ. ૧૫૩૭ની ૧૩મી ફેબઆરીએ મૃત્યુ થયું. બહાદુરશાહ સાથેના માણસો પણ મરાઈ ગયા. ખ્વાજા સફર, કે જે જન્મ ઈટાલિયન હતું, તે અને કવારા હુસેન ઘવાયા, છતાં નાસી છૂટ્યા. સેન્ટીગ કે જે મુસ્લિમ બની ફિરંગખાન થયે હતું, તે પણ તરીને કાંઠે નીકળે. પણ પિટું ગઝ સર્ીએ તેને પથ્થર મારી મારી નાખે. મુસ્લિમ દષ્ટિબિંદુ : અબુલ ફઝલે લખેલા “અમ્બરનામામાં પણ આ જ પ્રમાણે હકીકત છે. પણ તે લખે છે કે ગુનાના વહાણમાંથી જતી વખતે સુલતાનને એક ફિરંગી કાઝીએ રોક. તેણે તલવારથી તેના બે ટુકડા કર્યા. તેથી પોર્ટુગીઝોએ હુમલે કર્યો. સુલતાન અને રૂમખાન પાણીમાં પડયા, ત્યાં એક પોર્ટુગીઝ રૂમીખાનને બચાવ્યું અને સુલતાન ડૂબી ગયે. 'મિરાતે સિકંદરી પ્રમાણે દીવમાં પથ્થરની દીવાલને મજબૂત કિલ્લે ફિરંગીઓએ ચણવી, તે ઉપર તપ મૂકી છે તેમ જાણી બહાદુરશાહ દગાથી તે 1. Halbert આ હથિયાર ધારિયાને મળતું હોય છે. પ્રાચીન યુરોપમાં તે વપરાતું. 2. ફેરીયા વાઈ સુઝાના આધારે : છે. કેમિસેરીયેટ. 3. આ ગ્રંથ છે. સ. ૧૪૧૧માં સિકંદર બિન મંજુએ લખ્યો હતો,
SR No.032733
Book TitleSaurashtrano Itihas
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad H Desai
PublisherSaurashtra Sanshodhan Mandal
Publication Year1957
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy