SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતના સુલતાને 25 હળવદ રાજગાદીની સ્થાપના : “કુવાને કેર” ઈસ. 1486 લગભગ થયે ત્યારે ઝાલાની ગાદીએ ઝાલે રાજા વાઘજી હતો તેને બાર કુંવર હતા. તેમાંથી નાજી, મેપજી, સંગ્રામજી, જોધાજી, અજી, તથા સામસિહજી તે પિતાની સાથે જ ! રણમાં સૂતા. વિરમદેવજી સમી મુંજપરના મુસલમાન થાણદાર સામે લડતાં પ્રથમથી જ મરાઈ ગયા હતા, તથા રાજેધરજી મુસલમાનના ડરના કારણે છુપાઈ રહેલા. તેણે તેના ઘેડા સામે સસલે થયે તેથી, તે ભૂમિ ઉપર સં. ૧૫૪૪ના મહા વદી 13, ઈ. સ. ૧૪૮૮માં હળવદના કિલ્લાનો પાયે નાખે. રાજોધરજીએ હળવદમાં પિતાની રાજગાદી સ્થાપી. રાજોધરજીનું મૃત્યુ : રાજોધરજી ઈ. સ. ૧૫૦૦માં ગુજરી ગયા. તેને ત્રણ પુત્ર હતા. પહેલા બે ઈડરના રાવના ભાણેજ હતા તથા નાને મૂળીના ભાણેજ હતા. રાજોધરજી ગુજરી ગયા ત્યારે મળીઠાકર લખધીરજી ત્યાં હાજર હતા. મોટા કુંવર અજોજી તથા રાજોજી પિતાના મૃતદેહને અગ્નિસંસ્કાર કરવા ગયા. ત્યાં પાછળથી લખધીરજીએ તેના ભાણેજ રાણેજીના નામની આણ ફેરવી દીધી. અજજી તથા રાજેજી નિરાશ થઈ ત્યાંથી અમદાવાદ મહમુદ બેગડાની મદદ માગવાના વિચારે ગયા; પણ રાણાજીએ તે પહેલાં સુલતાનને બે લાખ રૂપીઆ આપી પિતાને હકક કબૂલ કરાવી લીધું. તેથી તેઓ જોધપુર ગયા. ત્યાં પણ તેમને આશ્રય મળે નહિ; તેથી ચિત્તોડ જઈ રાણા સંગની નોકરીમાં રહ્યા અને બાબર સામેના સંગ્રામમાં તેઓએ બતાવેલી બહાદુરીના બદલામાં સાદરી દેલવાડા વગેરે જાગીરે તેમને મળી. ખેતેજી મકવાણું: આ સમયમાં ઝાલાવાડમાં જાંબુની ગાદીએ ખેતેજી નામનો શુરવીર રાજા હતા. તે પિતાના ગામ કુંદણુને પાદરે ઘડાં ખેલવતે હતે. ત્યાં ભડલીના સરવૈયા રાવની કુંવવીને ડાળ પરણવા માટે સરધાર ગોધાજી વાઘેલાને ત્યાં જતો હતે. માર્ગમાં ખેતાજીએ તેને રેકી તે કુંવરી સાથે લગ્ન કર્યા. આમરણમાં આ દરગાહ આવેલી છે. લેખકે જ્યારે તેની મુલાકાત ઇ. સ. ૧૯૫૬માં લીધી ત્યારે ત્યાં અસહ્ય ગંદકી હતી અને દરગાહના મકાનમાં જે જાળી છે તે તૂટી ગયેલી સ્થિતિમાં હતી. દરગાહમાં લેબાનબત્તી કરનાર માણસ દેદા શાખાને રજપૂત છે. મુંજાવરી મુસલમાની છે. 1. અજોજીના કુંવર પ્રખ્યાત રાણા માનસિંહ થયા. તેમણે હલદીઘાટના યુદ્ધમાં રાણું પ્રતાપને જાન બચાવે. મેવાડના સરદારોમાં તેઓનું રથાન સર્વોપરી છે. 2. વાર્તાકારે કહે છે કે ખેતાજી આ કુંવરી સાથે લગ્ન કરવા તૈયાર ન હતા, પણ કન્યા જ તેના પર મોહિત થઈ હતી અને તેણે તેમ કરવા ફરજ પાડી હતી. તેના માટે દુહે છે કે બાઈએ વડારણ મોકલી, સુણ ખેતા મકવાણ વરું તે હું ઝાલાવર, નીકે પલમેં છાંડું પ્રાણુ.”
SR No.032733
Book TitleSaurashtrano Itihas
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad H Desai
PublisherSaurashtra Sanshodhan Mandal
Publication Year1957
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy