________________ રજપૂત સમય 123 અથવા ગુલામ તરીકે પકડી મહમુદ અણહિલવાડ ગયો. ત્યાં ચોમાસું બેસી ગયું.' આ રસાળ ધનાઢ્ય અને સુંદર પ્રદેશમાં તેને રહી જવાનું મન થયું. તેથી તેના પુત્ર મનસુરને ગઝનીની ગાદી આપી અહીં જ રહેવાને તેણે નિશ્ચય કર્યો. મહમુદની વિદાય : મહમુદે “દાબસલીમને રાજ્ય સોંપી બીજા “દાબસલીમને સાથે લઈ સલાહકારની વિનંતીથી અણહિલવાડ છેડી ગીઝની તરફ પ્રમાણ કર્યું. માર્ગમાં અજમેરનરેશ વીર વિશળદેવ ચૌહાણે એને સામનો કરવા તૈયારી કરી રાખી હતી. મહમુદ તે શું પણ તે પછીના કેઈ આક્રમણકારે વરસો સુધી આવવા હિમ્મત ન કરે તેવી સજજડ હાર તેને મળત, પણ મહમુદે ઘણુ માણસે ગુમાવ્યા હતા. ધન મળ્યું પણ તેણે તેનું બળ ગુમાવ્યું હતું. તેથી તેને સમાચાર મળતાં માર્ગ બદલી સિંધમાં દાખલ થયો અને ત્યાં બ્રાહ્મણ ભોમિયાએ તેને રણના માર્ગે દે અને જ્યારે માર્ગ મળ્યો નહિ ત્યારે મહમુદે નિમાઝ પઢી. ઉત્તરમાં ખરતે તારે દેખાયો. તે ઉપરથી તે સાચે માર્ગે ચડયો. મહમુદ સૌરાષ્ટ્રમાં જાન્યુઆરી માસમાં આવ્યું. જુલાઈમાં અણહિલવાડમાં ગયે અને એકબર કે નવેમ્બર સુધી ત્યાં રહ્યો. અને છ માસને પ્રવાસ ખેડી ગઝની પહોંચે. જ્યાં પાછળના વરસમાં તેના કૌટુંબિક ઝઘડાના પરિણામે બૂરી રીતે તે મૃત્યુ પામે." 1. આ સત્ય હોય તો મહમુદ સૌરાષ્ટ્રમાં સાત આઠ માસ રોકાયો હશે. 2. આ દાબસલીમની વાર્તા તે સર્વથા કલ્પિત છે. ટોડ અને અન્ય ઇતિહાસકારે તેને અનેક અનુમાનથી ઘટાડે છે. એ દાબસલીમ એટલે વલ્લભસેન, દુર્લભસેન હોવાનું માને છે. પણ તે બન્નેને કાળ વ્યતીત થઈ ગયેલો. તે અનુમાન માટે પણ ગ્ય એવી વાહિયાત વાત છે. 3. આ પણ એક જોડી કાઢેલી વાર્તા જ જણાય છે. 4. આ વાત માની શકાતી નથી. ભીમ, વિશલદેવ કે મુજ તેને સુખેથી રહેવા દે નહિ. જૈન ગ્રંથકારોએ પણ આ વાતની કયાંય નેંધ લીધી નથી. 5. મહમુદ ગઝની પાછો ગયો ત્યાં તેના શાહજાદાએ તેની સામે લડયા. મહમુદને જીણુંજવર લાગુ પડે. તેણે તેમ છતાં ૧૦૨૭માં સિંધ ઉપર સ્વારી કરી. તેમાં હાર્યો, બીમારી વધી અને અપાર પાપ કરી એકત્ર કરેલી અને લૂંટેલી લક્ષ્મીને ભંડાર સામું જેતે જેતે ઇ. સ. ૧૦૩૦માં તે ગુજરી ગયે. તેને મરણ પછી સાતમે વર્ષે (1037) સેલજુકેએ ગીઝની લૂંટી, મહમુદના વંશને કાઢી મૂકી, સત્તા પ્રાપ્ત કરી..