________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ પણ મહમુદે કહ્યું કે “હું મૂર્તિભંજક છું, મૂર્તિવિકેતા નથી.” તેણે તેની ગુજે મારી મૂર્તિના બે ટુકડા કર્યા, જેમને એક પિતાના મહેલના પગથિયામાં જડવા અને બીજે મક્કામાં મોકલવા આજ્ઞા કરી મહમુદે તે પછી મંદિરનાં રત્ન, હીરા અને સુવર્ણ કાઢવાને ઉદ્યોગ આરભે. તેનાથી અહીં વધારે રહેવાય તેમ હતું નહિ, કારણ કે તેને બીક હતી કે પાછળ આર્ય રાજાઓનાં સૈન્યો આવશે. એટલે ભીષણ અગ્નિ પ્રજવલિત કરી, મંદિરના સ્થંભેમાંથી હીરા મણિ આદિ તેણે કાઢી લીધાં તથા કાષ્ટના મંદિરને બાળીને ભસ્મીભૂત કરી નાખ્યું. ભીમદેવ: ભીમદેવને આ અતુલ અને વિરાટ સૈન્ય સામે મેદાનની લડાઈ લડવાનું યંગ્ય જણાયું નહિ. તેથી તેણે તેને માર્ગ કી લડવાની પ્રવૃત્તિ કરી, અને ગાંધીના કિલ્લામાં જઈ યુદ્ધની તૈયારી કરી. પણ મહમુદે તેના ઉપર ચડાઈ કરી ભીમને હરાવ્યો. ભીમ નાસી જઈ શક્યો અને તેના માણસોની કતલ કરી અને તે વાતને સાચી માનવામાં આવે છે. આ પુસ્તકમાં આવી કલ્પનાભરી અતિશયોકિતથી ભરપુર અને મિથ્યા વાત છેડી દેવામાં આવી છે. જે મુસ્લિમ તવારીખકારોના કથનને સર્વથા અમાન્ય કરીએ તે મહમુદની ચડાઈ થઈ હતી કે કેમ તે પ્રશ્નનો ઉત્તર આપવો મુશ્કેલ થઈ પડે છે. 1. “તુહસ્સલાતીનમાં મૂર્તિના ટુકડા નહિ ચૂને કરી, પાનમાં બ્રાહ્મણને ખવડાવ્યા પછી મહમુદે કહ્યું કે તમારી મૂર્તિ તમારા પેટમાં છે - આ જાતની વાર્તા છે. 2. આ મંદિરનું વર્ણન મેળવવા માટે પણ મુસ્લિમ લેખકે પાસે જવું પડે છે. સંભવત: આ શિવાલય કાષ્ટનું હતું અને તે મહામેરુરાજપ્રાસાદની પદ્ધતિએ બંધાવેલું હતું. (ડે. ઇલીયટ; ડો. ભગવાનલાલ ઈંદ્રજી) તે તેર માળ ઊંચું, ચૌદ સુવર્ણકળશવાળાં શિખરવાળું અને બાવન હાથ લહેરાતી ભગવી ધજાવાળું હતું. તેમાં એટલાં બધાં રત્ન, મણિ, હીરા જડેલાં હતાં કે જાણે આખું મંદિર તેનું જ બન્યું હોય ! તેમાં છપ્પન મણિમય થંભો હતા, અને દરેક સ્થળે દાતા રાજાનું નામ હતું. આ દેવાલયનું અનેક લેખકોએ વર્ણન લખ્યું છે; પણ પ્રો. કેમિસેરિયેટ તાત્પર્ય કાઢી લખે છે તેમ “સેમિનાથના મૂળ મંદિરનું ઐશ્વર્ય તે અનુમાને જ કલપી શકાય.” આ મંદિરના નિભાવ માટે દશ હજાર ગામ મળેલાં હતાં. ત્રણસો ગવૈયા અને પાંચસે નર્તકીઓ અહીં નૃત્યગાન કરતાં. એક હજારથી અધિક બ્રાહ્મણે રસ્તવન કરતા, અને ત્રણસો તો હજામ રહેતા. મહાદેવની પખાલ માટે રોજ કાશીથી ગંગાજીની કાવડ આવતી અને યાત્રાળુઓની ભીડ એટલી રહેતી કે તેને દેખાવ એક મહાન નગર જેવો લાગતો. 3. આ ગાંધવી નહિ પણ કંથકોટનો કિલ્લે કહેવામાં આવે છે. પણ ગાંધવી હોવાનું વધારે શક્ય છે. આ કિલ્લે દરિયા અને ખાડીને સંગમે પોરબંદરના બરડા તથા હાલારને - સીમાડે છે, કંથકટ કચ્છમાં છે.