________________ પ્રકરણ 2 જે. ] યુરોપિઅનની શરૂઆતની ધામધુમે. એકઠી થાત તેની કલ્પના કરવી પણ અશક્ય છે. ઉપર વર્ણવેલી વેનિસ, ફર્લોરેન્સ તથા લિસ્બનની ધનસંપન્નતા હિંદુસ્તાનની લત આગળ કંઈજ વિસાતમાં નહતી. - યુરેપની અર્વાચીન પ્રગતિને આરંભ ઉપર કહેલી વેપારની દેડધામમાં થયો હતો. પિગીઝ લેકોના હાથમાં હિંદુસ્તાન જવાને જળમાર્ગ રહેવાથી અન્ય રાજ્યોને ઈર્ષ થઈ અને તેને માટે સોળમા અને સત્તરમાં સૈકામાં દરીઆ ઉપર એક ઝનુની યુદ્ધ ચાલ્યું. પૂર્વનાં રાજ્યો ઉપર સર્વોપરી સત્તા બેસાડી તેના વેપારથી સઘન થવાને માર્ગ પોતાના હસ્તકમાં લેવા માટે અનેક યુરેપિઅન રા વચ્ચે ચાલેલી અનંત તકરાર તથા હોંસાનેંસી હજી પણ તેવીને તેવી ચાલુ છે. હિંદુસ્તાન જવાને જળ માર્ગ જગ્યા પછી આ હીંસાનેંસીએ ઉગ્ર રૂપ ધારણ કર્યું, અને પરિણુંમમાં આ તરફનાં કેટલાંક રાજ્યો પશ્ચિમાન્ય પ્રજાના તાબામાં ગયાં, તે પણ તેને અંત આવ્યો નહીં. આ હોંસાતેસી જગતના રાજકીય ઈતિહાસની મુખ્ય કુંચી છે. આજ સૈકાઓ થયાં એ ખેંચતાણ ચાલ્યા કરે છે, અને એ ઝગડામાં પડનારાં પાત્રે જુદે જુદે વખતે બદલાયા કરે છે. આ સઘળી ખટપટ, ઈરાન, હિંદુસ્તાન, ચીન વગેરે ફળદ્રુપ દેશોના માલ માટે તથા ત્યાંની કારીગીરીને માટે છે તે આપણે વીસરી જવાનું નથી. આપણે માટે અન્ય લેકમાં કેટલી દડધામ ચાલી હતી, કેટલા લે કે તલવાર ઉપાડી જીવ ઉપર આવ્યા હતા અને કેટલાએ મીઠી મીઠી વાત કરી હતી એ સઘળું બારીકીથી તપાસવાનું આજે આપણું કર્તવ્ય છે. કૅસ્ટિંન્ટીને પલ કેરે, કંદહાર, કાબુલ, પેકિન ગમે તે ઠેકાણે નજર કરે તે તરત જ જણાશે કે ત્યાં થયેલાં કારસ્તાને અને પરરાજ્યોની ભાંગફાડ માત્ર વેપારી લાભ ઉપર અવલંબી રહ્યાં હતાં. મસાલા, સુગંધી વસાણાં, રંગ, તેલ, તેલબીજ, સુતર, ઔષધ, અનાજ, લાકડાં અને બીજે અનેક પ્રકારને કાચો માલ હિંદુસ્તાન, મલાયા દ્વીપકલ્પ તથા તેની આસપાસના ટાપુઓ, ચીન, પૂર્વ આફ્રિકા ઈત્યાદી પ્રદેશમાંથી ઘણે સસ્ત દરે લાવે, તેના નાના તરેહના ઉપયોગી પદાર્થો બનાવી તે આખી દુનીઆમાં બને તેટલા મોંઘા