________________ 178 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. આંકવામાં આવતાં તે સુમારે 15 કરેડ થઈ હતી, અને તેને 8 કરોડનું દેવું હતું. ભંડોળ છૂટું લઈએ તે તે સુમારે ત્રણ કરોડ થવા જતું હતું અને તેના ઉપર વાર્ષિક નફો સવા કરોડ જેટલો થતું હતું. અર્થાત કંપની પિતાનો વેપારધંધે વેચી નાંખતા તે તેને આસરે 15 કરોડ રૂપીઆ ઉપજ્યા હોત. એમ છતાં તે પિતાની સ્થિતિ ઘણી સારી લાગી નહીં. રાજ્યની ફેંસરી માથે હેરી લીધા પછી આપણું નુકસાન થતું જાય છે, એટલે રાજ્યની ભાંજગડમાં નહીં પડતાં માત્ર વેપાર ચાલુ રાખવાથી તેમાં આપણને અતિશય ફાયદે થશે એમ સામાન્ય રીતે ભાગીદારોને અભિપ્રાય થે હતા. સને 1768 ના જુન માસમાં સલીવાનની કોર્ટ ઓફ ડાયરેકટર્સમાં ફરીથી નિમણુક થઈ એજ અરસામાં આર્કટના નવાબે પિતાના ઉપર કંપનીએ કરેલે જુલમ પાર્લામેન્ટને જાહેર કરવા એક વકીલને ઈંગ્લડ મોકલ્યો. તેણે પ્રધાન મંડળને એકઠું કરી કંપનીના રાજ્યકારભાર વિરૂદ્ધ પુષ્કળ ચળવળ કરી, તે ઉપરથી કંપનીના કારભારમાં હાથ ઘાલવાને ઇંગ્લંડની સરકારે ઠરાવ કર્યો. આ નિશ્ચય સ્વતંત્રપણે કામ કરતી પુષ્કળ સંસ્થાને રૂએ નહીં, કેમકે એથી તેમને પિતાની સ્વતંત્રતા નષ્ટ થવાનો ભય ઉપ. ઈગ્લેંડમાં તે વખતે એવી જોખમદાર સંસ્થા બે હતી. એક ઈસ્ટ ઈન્ડીઆ કંપની અને બીજી લંડનની મ્યુનિસિપાલીટી. આ મ્યુનિસિપાલીટીએ ઈસ્ટ ઈન્ડીઆ કંપનીના કારભારમાં દખલ નહીં કરવા સરકારને અરજી કરી તેથી સરકાર ઉપર મેટી જોખમદારી આવી પડી. સને 1769 માં અમેરિકામાં આયાત થતી ચાહ ઉપર અંગ્રેજ સરકારે કરી નાંખ્યો કેમકે એવી રીતે કર બેસાડ્યા વિના તે ખર્ચ નીકળતે નહીં. આ કર અમેરિકાવાસીઓએ માન્ય કર્યો નહીં. અમેરિકામાં આયાત થતી ચાહને ઘણોખરો વેપાર ઈસ્ટ ઈનડીઆ કંપનીના હાથમાં હતો. ઉપરની તકરારને પરિણામે સને 1773 માં 1 કરેડ 70 લાખ રતલ ચાહ કંપનીની અમેરિકાની વખારોમાં વેચાયા વિનાની પડી રહી હતી. જે એમ ન બન્યું હોત અને ચાહ સઘળી વેચાઈ ગઈ હતી તે કંપનીને વ્યાજે