________________ પ્રકરણ 24 મું.] બ્રિટિશ રાજ્યની સ્થાપનાને આરંભ. 675 સવળું દેવું સને 1750 માં બેતાળીસ લાખ પડ જેટલું થયું, અને એ રકમ ઉપર ત્રણ ટકા લેખે વ્યાજ આપવું એમ કર્યું. સને 1793 માં દેશના એકંદર કરજમાં કંપનીનું દેવું પણ સામીલ કરવામાં આવ્યું. ટુંકમાં, કંપની જ્યારે આટલો મોટો નફે કરે છે તે તેના ફાયદાને કંઈક ભાગ આપણને મળવો જોઈએ, અને સનદની મુદ્દત થોડી થોડી વધારવાથી આ ફાયદે વારંવાર મળ્યા કરશે, એવો વિચાર ઇંગ્લડ સરકારના મનમાં આવ્યો. હિંદુસ્તાનની સંપત્તિવડે ઈગ્લડની મુશ્કેલીઓ દૂર કરવાને સઘળા મુત્સદ્દીઓને હેતુ હતો. આ સઘળું કંપનીને રૂગ્યું નહીં, છતાં સરકાર તરફથી પૈસાની માગણ થતાં સને 1766 માં તેણે મુગે મહેઓ દર સાલ ચાર લાખ પાંડ કેવળ નફા તરીકે આપવા કબૂલ કર્યું. પરંતુ પાછળથી તપાસ થતાં સને 1773 માં એવું માલુમ પડયું કે કંપનીને હિંદુસ્તાનમાં ખર્ચ સને 1765 માં વાર્ષિક સત્તર લાખ હતા તે સાત વર્ષમાં એક કરેડ સત્તર લાખ રૂપીઆ થયો હતો, અને તે જ વખતે ચાર લાખ પિડ નફાના, જકાતનું ઉત્પન્ન, ચાહ ઉપરની જકાતની છૂટ વગેરે મળી દર સાલ સુમારે બે કરોડ રૂપીઆ કંપની પાસથી ઈંગ્લડ સરકારને મળતા હતા. કંપનીએ અહીં ગમે તેવો અન્યાય કરી પૈસા મેળવ્યા હોય તે પણ તેને કેટલોક ભાગ ઈંગ્લડ સરકારને મળ્યા હતા. ટૂંકમાં, કંપનીને હિંદુ સ્તાનમાં કારભાર કરવા દેવાની ચોખ્ખી પરવાનગી માટે સરકારને પિતાના હકની રકમ ભરપૂર મળતી ગઈ. સને 1767 પછી કંપનીએ હિંદુસ્તાનમાંના પિતાના વેપારની પદ્ધતિ બદલી. અત્યાર અગાઉ તે ઈલથી ભંડોળ લાવી તે વડે અહીં માલ ખરીદ કરતી. પરંતુ બંગાળ પ્રાંતમાંથી આવતી વસુલાત તેને વાપરવા મળવાથી તેણે ઈગ્લેંડથી જુદું નાણું મંગાવવાનું બંધ કર્યું. બર્ક કહે છે કે, “બીજા દેશમાં વેપારથી રાજાને આવક થાય છે, પણ બંગાળામાં કંપનીએ એ વિપરીત પ્રકાર ચલાવ્યો છે કે રાજ્યના વસુલમાંથી તેણે વેપાર શરૂ કર્યો છે.” આ વ્યવસ્થાથી ઘાંટાળા ઉત્પન્ન થયા. લાઈવ હતો તે પર્વત તેને કરબ ઘણે